ખુન - કલમ : 101

ખુન

આમા હવે પછી દર્શાવેલા અપવાદો સિવાય ગુનાહિત મનુષ્યવધ એ ખુન છે.

(એ) જો મૃત્યુ નિપજાવનારૂ કૃત્ય મૃત્યુ નિપજાવવાના ઇરાદાથી કર્યું હોય અથવા

(બી) શારીરિક હાનિ પહોંચી હોય તે વ્યકિતનું જેનાથી મૃત્યુ નિપજવાનો સંભવ હોવાનું ગુનેગાર જાણતો હોય એવી શારીરિક હાનિ પહોંચાડવાના ઇરાદાથી કર્યું હોય અથવા

(સી) કોઇ વ્યકિતને શારીરિક હાનિ પહોંચાડવાના ઇરાદાથી કર્યું હોય અને કરવા ધારેલી હાનિ કુદરતી રીતે મૃત્યુ નિપજાવવા માટે પુરતી હોય અથવા

(ડી) કૃત્ય કરનાર વ્યકિત જાણતી હોય કે તે એવું તાત્કાલિક ભયજનક છે કે તેનાથી મૃત્યુ નિપજવાનો અથવા મૃત્યુ નિપજાવે એવી શારીરિક હાનિ પહોંચવાનો પુરો સંભવ છે અને મૃત્યુ નિપજાવવાનું અથવા ઉપર્યુકત હાનિ પહોંચાડવાનું જોખમ ખેડવાના કશાં કારણ વગર તે કૃત્યુ કર્યું હોય ગુનાહિત મનુષ્યવધ કયારે ખુન ન ગણાય

અપવાદ ૧.- ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને કારણે ગુનેગાર પોતાની જાત ઉપરનો કાબુ ખોઇબેઠો હોય એવી અવસ્થામાં ઉશ્કેરાટનું કારણ આપનારનું મૃત્યુ નિપજાવે અથવા ભુલથી કે અકસ્માતથી બીજી કોઇ વ્યકિતનું મૃત્યુ નિપજાવે તો ગુનાહિત મનુષ્યવધ એ ખુન નથી.

ઉપરના અપવાદ નીચેના પરંતુકોને અધીન છે.

(એ) તે ઉશ્કેરાટ કોઇ વ્યકિતને મારી નાખવા કે તેને હાનિ કરવાના બહાના તરીકે ગુનેગારે માંગી લીધો ન હોય અથવા સ્વેચ્છાપુવૅક કરાવ્યો ન હોય તો

(બી) કાયદાનું પાલન કરતા કરેલા કોઇ કૃત્યથી અથવા કોઇ રાજય સેવક તરફથી પોતાની સતાઓ કાયદેસર રીતે વાપરતા તે ઉશ્કેરાટનું કારણ મળ્યુ ન હોય તો

(સી) સ્વ બચાવનો હક કાયદેસર રીતે વાપરતા કરેલા કોઇ કૃત્યથી તે ઉશ્કેરાટનું કારણ મળ્યુ ન હોય તો સ્પષ્ટીકરણ.- તે ઉશ્કેરાટ થયેલો ગુનો ખુનનો ગુનો ન ગણાય એટલો ગંભીર અને ઓચિંતો હતો કે કેમ હકીકતનો પ્રશ્ન છે.

અપવાદ ૨.- ગુનેગાર જો શરીર અથવા મિલકતના સ્વ બચાવનો હક શુધ્ધબુધ્ધિથી વાપરતા કાયદાથી પોતાને મળેલી સતાની બહાર જઇને પુવૅ સંકલ્પ વિના અને એવા સ્વ બચાવ માટે જરૂરી હોય તેના કરતા વધુ હાનિ કરવાના ઇરાદા વિના જેની સામે એવો બચાવનો હક પોતે વાપરતો હોય તેનું મૃત્યું નિપજાવે તો ગુનાહિત મનુષ્યવધ એ ખુન નથી.

અપવાદ ૩.- ગુનેગારે પોતે રાજય સેવક હોય અથવા જાહેર ન્યાયનું કાયૅ કરતા રાજય સેવકને મદદ કરતો હોય અને કાયદાથી પોતાને મળેલી સતાની બહાર જઇને એવા રાજય સેવક તરીકે પોતાની ફરજોનું યોગ્ય પાલન કરવા માટે જે કાયદેસર અને જરૂરી હોવાનું પોતે શુધ્ધબુધ્ધિથી માનતો હોય તેવું કૃતય કરતા અને મરનાર પ્રત્યે દ્વેષભાવ વિના મૃત્યુ નિપજાવે તો તે ગુનાહિત મનુષ્યવધ એ ખુન નથી.

અપવાદ ૪.- પુર્વે સંકલ્પ વિના ઓચિંતો ઝગડો થતા આવેશની તીવ્રતામાં થયેલી ઓચિંતા મારામારીમાં અને ગુનેગારે ગેરવાજબી લાભ લીધા વિના અથવા ક્રુર કે અસાધારણ રીતે વત્યે ગ વિના ગુનાહિત મનુષ્યવધ કયૌ હોય તો તે ખુન નથી.

સ્પષ્ટીકરણ.- આવા દાખલાઓમાં કયો પક્ષ ઉશ્કેરાટનું કારણ આપે છે અથવા પહેલા હુમલો કરે છે તે મહત્વનુ નથી.

અપવાદ ૫.- મૃત્યુ પામેલી વ્યકિત અઢાર વષૅથી વધુ વયની હોય અને તેણે પોતાની મરજીથી મૃત્યુ વ્હોરી લીધુ હોય અથવા મૃત્યુનું જોખમ માથે લીધુ હોય તો ગુનાહિત મનુષ્યવધ એ ખુન નથી.