જે વ્યકિતનું મૃત્યુ નિપજાવવાનો ઇરાદો હોય તેથી જુદી વ્યકિતનુ મૃત્યુ નિપજાવવાથી થતો ગુનાહિત મનુષ્યવધ - કલમ : 102

જે વ્યકિતનું મૃત્યુ નિપજાવવાનો ઇરાદો હોય તેથી જુદી વ્યકિતનુ મૃત્યુ નિપજાવવાથી થતો ગુનાહિત મનુષ્યવધ

કોઇ વ્યકિત જે કૃત્યથી મૃત્યુ નિપજાવવાનો પોતાનો ઇરાદો હોય અથવા મૃત્યુ નિપજાવવાનો સંભવ છે એમ પોતે જાણતી હોય એવું કૃત્ય કરતા જે વ્યકિતનું મૃત્યુ નિપજાવવાનો પોતાનો ઇરાદો ન હોય અથવા જેનુ મૃત્યુ નિપજાવવાનો સંભવ હોવાનું પોતે જાણતી ન હોય તેવી વ્યકિતનું મૃત્યુ નિપજાવીને ગુનાહિત મનુષ્યવધ કરે તો તેણે કરેલો ગુનાહિત મનુષ્યવધ જે વ્યકિતનું મૃત્યુ નિપજાવવાનો પોતાનો ઇરાદો હોય અથવા જેનુ મૃત્યુ નિપજાવવાનો સંભવ હોવાનું પોતે જાણતી હોય તેવી વ્યકિતનું મૃત્યુ નિપજાવ્યુ હોત અને જે પ્રકારના ગુનાહિત મનુષ્યવધ થાત તે પ્રકારનો છે.