ખુન માટે શિક્ષા
(૧) જે કોઇ વ્યકિત ખુન કરે તેને મોતની અથવા આજીવન કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
(૨) જયારે પાંચ કે તેથી વધુ વ્યકિતઓનું જૂથ સાથે મળીને કોઇ વંશ, જ્ઞાતિ, કે સમાજ, જાતિ, જન્મ સ્થળ, ભાષા, અંગત માન્યતા અથવા એવા બીજા કોઇ સમાન આધાર પર કોઇ ખૂન કરે ત્યારે તેવા જૂથના દરેક વ્યકિતને મોતની અથવા આજીવન કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વર્ગીકરણ
કલમ-૧૦૩(૧)-
- મોત, અથવા આજીવન કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
બિન-જામીની
- સેશન્સ ન્યાયાલય
કલમ-૧૦૩(૨)-
- મોત, અથવા આજીવન કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw