આજીવન કેદના કેદીએ કરેલા ખુન માટે શિક્ષા - કલમ : 104

આજીવન કેદના કેદીએ કરેલા ખુન માટે શિક્ષા

જે કોઇ વ્યકિત પોતે આજીવન કેદની સજા ભોગવતી હોય અને ખુન કરે તો તેને મોતની અથવા આજીવન કેદની શિક્ષા કરવામાં આવશે જેનો અથૅ તે વ્યકિતના કુદરતી જીવનનો બાકીનો ભાગ હશે.

ગુનાઓનુ વર્ગીકરણ

- મોત, અથવા આજીવન કેદ એટલે તેના બાકી રહેતા કુદરતી

જીવન સુધીની કેદ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

સેશન્સ ન્યાયાલય