ખુન ન ગણાય એવા ગુનાહિત મનુષ્યવધ માટે શિક્ષા - કલમ : 105

ખુન ન ગણાય એવા ગુનાહિત મનુષ્યવધ માટે શિક્ષા

જે કોઇ વ્યકિત ખુન ન ગણાય એવો ગુનાહિત મનુષ્યવધ કરે તેને જો મૃત્યુ નિપજાવનારૂ કૃત્ય મૃત્ય નિપજાવવાના અથવા જેનાથી મૃત્યુ નિપજાવવાનો સંભવ હોય એવી શારીરિક હાનિ પહોંચાડવાના ઇરાદાથી કર્યુ હોય તો ((આજીવન કેદની અથવા પાંચ વષૅથી ઓછી નહિ પણ દસ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે)) અથવા તે કૃત્યથી મૃત્યુ થવાનો સંભવ છે એવી જાણકારી સાથે તે કર્યું હોય પણ મૃત્યુ નિપજાવવાના કે જેનાથી મૃત્યુ નિપજાવવાનો સંભવ હોય એવી શારીરિક હાનિ પહોંચાડવાના ઇરાદા વિના કર્યુ હોય તો તેને ((દસ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.))

ગુનાઓનુ વર્ગીકરણ

ભાગ- ૧-

આજીવન કેદ અથવા ૫ વષૅથી ઓછી નહી પણ ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય

ભાગ- ૨ -

૧૦ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય