બેદરકારીથી મૃત્યુ નિપજાવવા બાબત.
(૧) જે કોઇ વ્યકિત ગુનાહિત મનુષ્યવધ ન ગણાય એવું અવિચારી કે બેદરકારી ભર્યું કોઇ કૃત્ય કરીને કોઇ વ્યકિતનું મૃત્યુ નિપજાવે તેને ((પાંચ વષૅ સુધીની મુદતની બેમાંથી કોઇ પ્રકારની કેદની અને દંડને પણ પાત્ર થશે અને આવુ કૃત્ય તબીબી કાયૅપધ્ધતિનુ પાલન કરતી વખતે રજિસ્ટડૅ (નોંધાયેલા) તબીબી વ્યવસાયી દ્રારા કરવામાં આવ્યું હોય તો તેને બે વષૅ સુધીની મુદતની બેમાંથી કોઇ પ્રકારની કેદની સજા થશે અને તે દંડને પણ પાત્ર થશે.))
સ્પષ્ટીકરણઃ- આ પેટા કલમના હેતુઓ માટે રજિસ્ટડૅ તબીબી વ્યવસાયી એટલે રાષ્ટ્રીય તબીબી આયોગ અધિનિયમ ૨૦૧૯ હેઠળ માન્ય કોઇ તબીબી લાયકાત ધરાવતો અને જેનું નામ તે અધિનિયમ હેઠળ રાષ્ટ્રીય તબીબી રજિસ્ટર કે રાજય તબીબી રજિસ્ટરમાં દાખલ કર્યું હોય તેવો તબીબી વ્યવસાયી
(૨) કોઇ પણ વ્યકિત ગુનાહિત મનુષ્યવધને પાત્ર ન હોય તેવું કોઇ અવિચારી અને બેદરકારભર્યું વાહન ચલાવવાનું કૃત્ય કરીને કોઇ વ્યકિતનું મૃત્યુ નિપજાવે અને બનાવ બન્યા પછી તરત જ પોલીસ અધિકારી કે મેજિસ્ટ્રેટને જાણ વિના નાસી જાય તો તેને ((દસ વષૅ સુધીની મુદતની બેમાંથી કોઇ પ્રકારની કેદની સજા થશે અને તે દંડને પણ પાત્ર थशे.))
ગુનાઓનુ વર્ગીકરણ
કલમ – ૧૦૬ (૧) -
- ૫ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
ભાગ - ૧ – નોંધાયેલ તબીબી વ્યવસાયી દ્રારા બેદરકારીથી મૃત્યુ નિપજાવવું
- ૨ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
કલમ – ૧૦૬ (૨) -
- ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
બિન જામીની
પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw