ખુન કરવાનો પ્રયત્ન
(૧) જે કોઇ વ્યકિત કોઇ કૃત્ય એવા ઇરાદાથી કે જાણકારી સાથે અને એવા સંજોગો હેઠળ કરે કે તે કૃત્યથી જો પોતે મૃત્યુ નિપજાવત તો ખુન માટે દોષિત થાત તેને દસ વષૅ સુધીની મુદતની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર થશે અને એવા કૃત્યથી કોઇ વ્યકિતને વ્યથા થાય તો ગુનેગાર કાં તો આજીવન કેદની અથવા અહી ઉપર જણાવ્યા પ્રમાણે એવી કેદની શિક્ષાને પાત્ર થશે.
(૨) આ પેટા કલમ (૧) હેઠળનો ગુનો કરનાર કોઇ વ્યકિત આજીવન કેદની સજા હેઠળ હોય ત્યારે ગુનો કરતા તેણે વ્યથા કરી હોય તો તેને મૃતયુ અથવા આજીવન કેદની શિક્ષા કરવામાં આવશે જેનો અથૅ તે વ્યકિતના કુદરતી જીવનની બાકીની મુદત હશે.
ગુનાઓનુ વર્ગીકરણ
કલમ – ૧૦૯ (૧) -
૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
બિન જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
ભાગ - ૧ – જો એવા કૃત્યથી કોઇ વ્યકિતે વ્યથા થાય તો.
આજીવન કેદ અથવા ઉપર મુજબની શિક્ષા
- પોલીસ અધિકારનો
- બિન જામીની
- સેશન્સ ન્યાયાલ
કલમ – ૧૦૯ (૨) -
- મોત અથવા આજીવન કેદ એટલે તે વ્યકિતના બાકી રહેતા કુદરતી જીવન સુધીની કેદ
- પોલીસ અધિકારનો
બિન જામીની
સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw