ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિશ
જે કોઇ વ્યકિત કોઇ કૃત્ય એવા ઇરાદાથી કે જાણકારી સાથે અને એવા સંજોગોમાં કરે કે તેથી જો મૃત્યુ નિપજત તો પોતે ખુન ન ગણાય તેવા ગુનાહિત મનુષ્યવધ માટે દોષિત થાત તેને ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે અને એવા કૃત્યથી કોઇ વ્યકિતને વ્યથા થાય તો તેને સાત વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે. ગુનાઓનુ વર્ગીકરણ
ભાગ – (૧) – ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિશ
- ૩ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકારનો
- બિન જામીની
- સેશન્સ ન્યાયાલય
ભાગ – (૨) –એવા કૃત્યથી કોઇ વ્યકિતે વ્યથા થાય તો.
- ૭ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકારનો
- બિન જામીની
- સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw