સંગઠિત ગુનો
(૧) નાણાકીય ફાયદા સહિત પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ (પરોક્ષ) વસ્તુનો ફાયદો મેળવવા હિંસા હિંસાની ધમકી ધાકધમકી બળજબરી અથવા અન્ય કોઇ ગેર કાયદેસર સાધનોના ઉપયોગ દ્રારા સંગઠિત ગુના સિન્ડિકેટના સભ્ય તરીકે અથવા આવા સિન્ડિકેટ વતી વ્યકિતગત રીતે અથવા સંયુકત રીતે કોઇ વ્યકિત અથવા કોન્સટૅમાં કામ કરતી વ્યકિતઓના જૂથ દ્રારા અપહરણ લુંટફાટ વાહનચોરી ગેરવસુલી જમીન પચાવવી કોઇ વ્યકિતને ભાડે રાખીને ખુન કરાવવુ આથિક ગુના સાઇબર ગુના વ્યકિતઓ ડ્રગ હથિયારો અથવા ગેરકાયદે માલ અથવા સેવાઓની હેરફેર વેશ્યાવૃતિ માટે માનવ હેરફેર (તસ્કરી) અથવા ખંડણી સહિતની કોઇ ચાલુ રહેતી ગેરકાયદેસર પ્રવૃતિ સંગઠિત ગુનાનો ભાગ બનશે.
સ્પષ્ટીકરણ:- આ પેટા કલમના હેતુઓ માટે ટુકડી
(૧) સંગઠિત ગુના સિન્ડિકેટ એટલે કોઇ ચાલુ રહેતી ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા સિન્ડિકેટ અથવા તરીકે વ્યકિતગત અથવા સંયુકત રીતે કામ કરતી બે અથવા વધુ વ્યકિતઓનુ જુથ
(૨) ચાલુ રહેતી ગેરકાયદેસર પ્રવૃતિ એટલે જેના સબંધમાં એક કરતા વધુ ત્હોમતનામા દસ વષૅની પુવૅવતી મુદતની અંદર સક્ષમ કોટૅ સમક્ષ ફાઇલ કરવામાં આવ્યા હોય અને તે કોટૅ આવા ગુનાની ન્યાયિક નોંધ લીધી હોય તેવા સંગઠિત ગુના સિન્ડિકેટના સભ્ય તરીકે અથવા આવા સિન્ડિકેટ વતી વ્યકિતગત અથવા સંયુકત રીતે કોઇ વ્યકિત દ્રારા હાથ ધરવામાં આવેલો ત્રણ વષૅ અથવા વધુની સજાને પાત્ર પોલીસ અધિકારનો ગુનો હોય તેવા કાયદાથી પ્રતિબંધિત પ્રવૃતિ અને તેમાં આથિક ગુનાનો સમાવેશ થાય છે.
(૩) આથિક ગુના માં ગુનાહિત વિશ્વાસ ભંગ ચલણી નોટો બેંક નોટ અને સરકારી સ્ટેમ્પની બનાવટ ખોટી ચલણી નોટો બેંક નોટ અને ખોટા સરકારી સ્ટેમ્પ બનાવવા હવાલા લેવડદેવડ અથવા અમુક વ્યકિતઓને છેતરવા સામુહિક માર્કેટિંગ છેતરપિંડી અથવા કોઇ યોજના ચલાવવી અથવા કોઇ સ્વરૂપે નાણાકિય લાભો મેળવવા માટે કોઇ બેંક અથવા નાણાકીય સંસ્થા અથવા અન્ય કોઇ સંસ્થા અથવા સંગઠન છેતરવાના હેતુથી કોઇ રીતે કોઇ કૃત્ય કરવું
(૨) સંગઠિત ગુનો કરનારી કોઇ વ્યકિતને
(એ) આવો ગુનો કોઇ વ્યકિતના મૃત્યુમાં પરિણમે તો તેને મૃત્યુ અથવા આજીવન કેદની સજા થશે અને તે દસ લાખ રૂપિયાથી ઓછા નહિ તેટલા દંડને પણ પાત્ર થશે.
(બી) અન્ય કોઇ કિસ્સામાં તેને પાંચ વષૅથી ઓછી નહિ પણ આજીવન કેદની મુદત સુધીની શિક્ષા કરવામાં આવશે અને તે પાંચ લાખ રૂપિયાથી ઓછા નહિ તેટલા દંડને પણ પાત્ર થશે.
(૩) કોઇ પણ વ્યકિત જે સંગઠિત ગુનાનું કૃત્ય કરવામાં સહાય કરે પ્રયત્ન કરે ષડયંત્ર કરે કે જાણી જોઇને તે સરળ બનાવે અથવા અન્યથા સંગઠિત ગુનાની તૈયારી રૂપે કોઇ કૃત્યમાં પ્રવૃત થાય તેને પાંચ વષૅથી ઓછી નહિ પણ આજીવન કેદની મુદત સુધીની શિક્ષા કરવામાં આવશે અને તે પાંચ લાખ રૂપિયાથી ઓછા નહિ તેટલા દંડને પણ પાત્ર થશે.
(૪) સંગઠિત ગુનાનો સભ્ય હોય તેવી કોઇ વ્યકિતને પાંચ વષૅથી ઓછી નહિ પણ આજીવન કેદની મુદત સુધીની શિક્ષા કરવામાં આવશે અને તે પાંચ લાખ રૂપીયાથી ઓછા નહિ તેટલા દંડને પણ પાત્ર થશે.
(૫) કોઇ પણ વ્યકિત જે સંગઠિત ગુનાનો અપરાધ કર્યોૌ હોય તેવી કોઇ વ્યકિતને ઇરાદાપુવૅક આશ્રય આપે અથવા છુપાવે તેને ત્રણ વષૅથી ઓછી નહિ પણ આજીવન કેદની મુદત સુધીની શિક્ષા કરવામાં આવશે અને તે પાંચ લાખ રૂપિયાથી ઓછા નહિ તેટલા દંડને પણ પાત્ર થશે. પરંતુ આ પેટા કલમ કોઇ કેસને લાગુ પડશે નહિ જેમાં ગુનેગારના જીવનસાથી (પતિ/પત્ની) એ આશ્રય આપ્યો હોય કે છુપાવી હોય.
(૬) સંગઠિત ગુના કરવામાંથી કે કોઇ સંગઠિત ગુનાની આવકમાંથી મેળવેલી કે પ્રાપ્ત કરેલી કોઇ મિલકત ધરાવે અથવા સંગઠિત ગુના મારફતે સંપાદિત કરેલી કોઇ મિલકત ધરાવે તેવી કોઇ વ્યકિતને ત્રણ વષૅથી ઓછી નહિ પણ આજીવન કેદની મુદત સુધીની શિક્ષા કરવામાં આવશે અને બે લાખ રૂપિયાથી ઓછા નહિ તેટલા દંડને પણ પાત્ર થશે.
(૭) સંગઠિત ગુના સિન્ડિકેટના સભ્ય વતી કોઇ વ્યકિત અથવા જેની તે સંતોષકારક રીતે સ્પષ્ટતા ન આપી શકે તેવી જંગમ અથવા સ્થાવર મિલકતના કબ્જામાં કોઇ સમયે હોય અથવા રહી હોય તેવી કોઇ વ્યકિતને ત્રણ વષૅથી ઓછી નહિ પણ દસ વષૅની મુદત સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને એક લાખ રૂપિયાથી ઓછા નહિ તેટલા દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વર્ગીકરણ કલમ-૧૧૧(૨-એ) -
- મોત અથવા આજીવન કેદ અને ૧૦ લાખ રૂપિયાથી ઓછો ન હોય તેવો દંડ
- પોલીસ અધિકારનો
- બિન જામીની
- સેશન્સ ન્યાયાલય કલમ-૧૧૧(૨-એ) -
-૫ વષૅથી ઓછી ન હોય તેવી પણ આજીવન સુધીની કેદ અને ૫ લાખ રૂપીયાથી ઓછો ન હોય તેવો દંડ
- પોલીસ અધિકારનો
- બિન જામીની
- સેશન્સ ન્યાયાલય
કલમ-૧૧૧(૩) -
- ૫ વષૅથી ઓછી ન હોય તેવી પણ આજીવન સુધીની કેદ અને ૫ લાખ રૂપીયાથી ઓછો ન હોય તેવો દંડ
- પોલીસ અધિકારનો
- બિન જામીની
- સેશન્સ ન્યાયાલય
કલમ-૧૧૧(૪) -
-૫ વષૅથી ઓછી ન હોય તેવી પણ આજીવન સુધીની કેદ અને ૫ લાખ રૂપીયાથી ઓછો ન હોય તેવો દંડ
- પોલીસ અધિકારનો
- બિન જામીની
- સેશન્સ ન્યાયાલય
કલમ-૧૧૧(૫)-
-૩ વષૅથી ઓછી ન હોય તેવી પણ આજીવન સુધીની કેદ અને ૫ લાખ રૂપીયાથી ઓછો ન હોય તેવો દંડ
- પોલીસ અધિકારનો
- બિન જામીની
- સેશન્સ ન્યાયાલય
કલમ-૧૧૧(૬) -
-૩ વષૅથી ઓછી ન હોય તેવી પણ આજીવન સુધીની કેદ અને ૨ લાખ રૂપીયાથી ઓછો ન હોય તેવો દંડ
- પોલીસ અધિકારનો
- બિન જામીની
- સેશન્સ ન્યાયાલય
કલમ-૧૧૧(૭)-
- ૩ વષૅથી ઓછી ન હોય તેવી પણ ૧૦ વષૅ સુધીની કેદ અને ૧ લાખ રૂપીયાથી ઓછો ન હોય તેવો દંડ
- પોલીસ અધિકારનો
- બિન જામીની
- સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw