ક્ષુલ્લક સંગઠિત ગુનો - કલમ : 112

ક્ષુલ્લક સંગઠિત ગુનો

(૧) જુથ અથવા ટુકડીની સભ્ય હોય તેવી કોઇ વ્યકિત વ્યકિગત રીતે અથવા સંયુકત રીતે ચોરી કરે કોઇ વસ્તુ ખેંચી (પડાવી) લે છેતરપિંડી કરે ટિકિટનું અનધિકૃત વેચાણ કરે અનધિકૃત રીતે દાવ લગાવે અથવા જુગાર રમે જાહેર પરીક્ષાના પ્રશ્નપત્રોનુ વેચાણ કરે અથવા અન્ય કોઇ સમાન ગુનાહિત કૃત્ય કરે તેણે ક્ષુલ્લક સંગઠિત ગુનો કયો હોવાનું ગણાશે. સ્પષ્ટીકરણઃ- આ પેટા કલમના હેતુઓ માટે ચોરી માં ચાલાકી પુવૅકની ચોરી વાહન માંથી ચોરી રહેઠાણ અથવા વ્યવસાયની જગ્યામાંથી ચોરી જહાજીમાલની ચોરી ગજવા કાપવાનું કામ કરવુ કાડૅ સ્કિમિંગ શોપલિફટીંગ (વેચાણના હેતુ માટે પ્રદશૅન કરેલી ચીજ વસ્તુઓની દુકાન અથવા સંસ્થામાંથી ચોરી કરવી) અને ઓટો મેટેડ ટેલર મશીનની ચોરીનો સમાવેશ થાય છે.

(૨) કોઇ પણ વ્યકીત જે કોઇ ક્ષુલ્લક સંગઠિત ગુનો કરે તેને એક વષૅથી ઓછી નહિ પણ સાત વષૅની મુદત સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે.

ગુનાઓનુ વર્ગીકરણ - ૧ વષૅથી ઓછા ન હોય તેવી પણ ૭ વષૅ સુધીની કેદ અને દંડ - પોલીસ અધિકારનો - બિન જામીની - પ્રથમ વગૅના મેજિસ્ટ્રેટ