આતંકવાદી કૃત્ય - કલમ : 113

આતંકવાદી કૃત્ય

(૧) નીચેની વસ્તુઓનો ઉપયોગ કરીને કોઇ વ્યકિત ભારતની એકતા અખંડતા સાવૅભૌમત્વ સુરક્ષા અથવા આથિક સુરક્ષાને ભયમાં મુકવા અથવા ભયમાં મુકવાની સંભાવના હોય તેવા ઇરાદા સાથે અથવા ભારત અથવા કોઇ વિદેશી દેશમાં લોકો અથવા લોકોના કોઇ ભાગમાં આતંકનો હુમલો કરવાના ઇરાદાથી અથવા આતંકનો હુમલો કરવાની સંભાવના હોય તેવું કોઇ કૃત્ય કરે તેણે આતંકવાદી કૃત્ય કર્યુ હોવાનુ ગણાશે.

(એ) બોમ્બ, ડાયનેમાઇટ અથવા અન્ય સ્ફોટક પદાથૅ અથવા સળગી જાય તેવો પદાથૅ અથવા અગ્ન્યશસ્ત્રો (હથિયારો) અથવા અનય ઘાતક શસ્ત્રો અથવા ઝેરી અથવા હાનિકારક ગેસ અથવા અનય રસાયણો અથવા જોખમી પ્રકારના અન્ય કોઇ પદાથૅ (જૈવિક, રેડિયોએકિટવ, ન્યુકિલઅર અથવા અન્યથા પ્રકારના) અથવા ગમે તે પ્રકારના અન્ય કોઇ સાધનોનો ઉપયોગ કરીને

(૧) કોઇ વ્યકિત અથવા વ્યકિતઓનું મૃત્યુ નિપજાવે અથવા ઇજા પહોંચાડે અથવા તેમ કરવાની સંભાવના હોય તેવું કૃત્ય કરવુ અથવા

(૨) મિલકતને હાનિ અથવા નુકશાન અથવા નાશ પહોંચાડે અથવા તેની સંભાવના હોય તેવું કૃતય કરવું અથવા

(૩) ભારત અથવા કોઇ વિદેશી દેશમાં સમુદાયની જિંદગી માટે આવશ્યક હોય તેવા કોઇ પુરવઠા અથવા સેવાઓમાં ખલેલ પહોંચાડવી અથવા તેની સંભાવના હોય તેવું કૃત્ય કરવું અથવા

(૪) ભારતની સુરક્ષા માટે અથવા ભારત સરકાર કોઇ રાજય સરકાર અથવા તેની કોઇ એજન્સીના સબંધમાં વપરાતા અથવા વાપરવા ધારેલી કોઇ મિલકતને હાનિ અથવા નુકશાન કરવું અથવા તેની સંભાવના હોય તેવું કૃત્ય કરવુ અથવા

(બી) ગુનાહિત બળના માધ્યમથી અથવા ગુનાહિત બળનો દેખાવ કરીને આતંકિત કરે અથવા તેમ કરવાનો પ્રયત્ન કરે અથવા કોઇ જાહેર પદાધિકારીનું મૃત્યુ નિપજાવે અથવા કોઇ જાહેર પદાધિકારીનું મૃત્યુ નિપજાવવાનો પ્રયત્ન કરે અથવા

(સી) ભારત સરકાર કોઇ રાજય સરકાર અથવા વિદેશી દેશની સરકાર અથવા આંતરરાષ્ટ્રીય અથવા આંતરસરકારી સંસ્થા અથવા અન્ય કોઇ વ્યકિતને તેમ કરવાની ફરજ પાડવા અથવા કોઇ કૃત્ય કરવામાંથી દુર રાખવા કોઇ વ્યકિતની અટકાયત કરે તેનું અપહરણ કરે અથવા કોઇ કૃતય કરવામાંથી દુર રાખવા કોઇ વ્યકિતની અટકાયત કરે તેનું અપહરણ કરે અથવા અપનયન કરે અને તેને મારવાની ધમકી આપે અથવા આવી વ્યકિતને ઇજા કરે અથવા અન્ય કોઇ કૃત્ય કરે તેણે આતંકવાદી કૃત્ય કર્યું હોવાનુ ગણાશે. સ્પષ્ટીકરણઃ- આ પેટા કલમના હેતુ માટે

(એ) જાહેર પદાધિકારી એટલે સંવૈધાનિક સતાધિકારીઓ અથવા જાહેર પદાધિકારી તરીકે કેન્દ્ર સરકાર દ્રારા રાજપત્રમાં જાહેર કરેલો અન્ય કોઇ પદાધિકારી

(બી) બનાવટી ભારતીય ચલણ એટલે બનાવટી ચલણ જે અધિકૃત અથવા જાહેર કરેલા ફોરેન્સિક સતામંડળ દ્રારા તપાસ પછી જાહેર કરવામાં આવે અથવા એવું બનાવટી ચલણ ભારતીય ચલણના ચાવીરૂપ સુરક્ષા લાક્ષણિકતાઓની નકલ કરતું હોય અથવા તેની સાથે સમાધાન કરતુ હોય

(૨) આતંકવાદી કૃતય કરનાર કોઇ વ્યકિતને નીચેની સજા થશે

(એ) આવા ગુનાથી કોઇ વ્યકિતનું મૃત્યુ થયુ હોય તો તેને મૃત્યુ અથવા આજીવન કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(બી) અન્ય કોઇ કિસ્સામાં તેને પાંચ વષૅથી ઓછી નહિ પણ આજીવન કેદની મુદત સુધીની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(૩) કોઇ પણ વ્યકિત જે આતંકવાદી કૃત્ય અથવા આતંકવાદી કૃત્ય કરવાની તૈયારીરૂપે કોઇ કૃત્ય કરવાનુ કાવતરૂ કરે અથવા કરવાનો પ્રયત્ન કરે અથવા સમથૅન કરે સહાય કરે સલાહ આપે અથવા ઉશ્કેરણી કરે સીધી રીતે અથવા જાણીજોઇને સુગમ બનાવે તો તેને પાંચ વષૅથી ઓછી નહિ પણ આજીવન કેદની મુદત સુધીની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(૪) કોઇ પણ વ્યકિત આતંકવાદી કૃત્યમાં તાલીમ આપવા માટે કોઇ કેમ્પ યોજે અથવા યોજાવે અથવા કોઇ વ્યકિત અથવા વ્યકિતઓની ભરતી કરે અથવા કરાવે તેને પાંચ વષૅથી ઓછી નહિ પણ આજીવન કેદની મુદત સુધીની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(૫) આતંકવાદી કૃતયમાં સામેલ સંસ્થાનો સભ્ય હોય તેવી કોઇ વ્યકિતને આજીવન કેદની મુદત સુધીની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(૬) કોઇ વ્યકિત એવું જાણે છે અથવા કોઇ વ્યકિતએ આતંકવાદી કૃત્ય કર્યુ છે એવી કોઇ વ્યકિતને સ્વૈચ્છિક રીતે આશ્રય આપે અથવા છુપાવે અથવા આશ્રય આપવાનો અથવા છુપાવવાનો પ્રયત્ન કરે તો તેને ત્રણ વષૅથી ઓછી નહિ પણ આજીવન કેદની મુદત સુધીની શિક્ષા કરવામાં આવશે અને તે દંને પણ પાત્ર થશે. પરંતુ આ પેટા કલમ કોઇ કેસને લાગુ પડશે નહિ જેમા ગુનેગારના જીવનસાથી (પતિ/ પત્ની) એ આશ્રય આપ્યો હોય અથવા છુપાવી હોય

(૭) કોઇ વ્યકિત જાણીજોઇને કોઇ આતંકવાદી કૃત્ય કરવામાંથી અથવા કોઇ આતંકવાદી કૃત્ય કરીને પ્રાપ્ત કરેલી અથવા મેળવેલી અથવા સંપાદિત કરેલી કોઇ મિલકતન ધરાવે તેને આજીવન કેદની મુદત સુધીની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. સ્પષ્ટીકરણઃ- શંકાના નિવારણ માટે તેવું આથી જાહેર કરવામાં આવે છે અથવા પોલીસ અધિક્ષકના દરજજાથી ઊતરતા દરજજાના ન હોય તેવા અધિકારી આ કલમ હેઠળ અથવા ગેરકાયદેસર પવૃતિઓ (નિવારણ) અધિનિયમ ૧૯૬૭ (સન ૧૯૭૬નો ૩૭મો) હેઠળ કેસ નોંધવો કે નહિ તે અંગેનો નિણૅય કરશે. ગુનાઓનુ વર્ગીકરણ

કલમ-૧૧૩(૨)(એ) -

- મોત અથવા આજીવન કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

બિન જામીની

- સેશન્સ ન્યાયાલય

- કલમ-૧૧૩(૨)(બી) -

- ૫ વષૅથી ઓછી ન હોય તેવી પણ આજીવન સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન જામીની

- સેશન્સ ન્યાયાલય

કલમ-૧૧૩(૩)-

- ૫ વષૅથી ઓછી ન હોય તેવી પણ આજીવન સુધીની કેદ અને દંડ

પોલીસ અધિકારનો

બિન જામીની

- સેશન્સ ન્યાયાલય

કલમ-૧૧૩(૪)-

- ૫ વષૅથી ઓછી ન હોય તેવી પણ આજીવન સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન જામીની

સેશન્સ ન્યાયાલય

કલમ-૧૧૩(૫) -

આજીવન કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન જામીની

- સેશન્સ ન્યાયાલય

કલમ-૧૧૩(૬) -

- ૩ વષૅથી ઓછી ન હોય તેવી પણ આજીવન સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન જામીની

- સેશન્સ ન્યાયાલય

કલમ-૧૧૩(૭)-

આજીવન કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન જામીની

સેશન્સ ન્યાયાલય