સ્વેચ્છાપુવૅક વ્યથા કરવા બાબત
૧) કોઇ વ્યકિતને વ્યથા કરવાના ઇરાદાથી અથવા વ્યથા થવાનો સંભવ છે એવી જાણકારી સાથે જે કોઇ વ્યકિત કોઇ કૃત્ય કરે અને તેમ કરીને તેને વ્યથા કરે તેણે સ્વેચ્છાપુવૅક વ્યથા કરી કહેવાય
(૨) કલમ ૧૨૨ ની પેટા કલમ (૧)થી જોગવાઇ કરવામાં આવી હોય તે કિસ્સા સિવાય જે કોઇ સ્વૈચ્છિક રીતે ઇજા પહોંચાડે તો તેને એક વષૅની મુદત સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અથવા દસ હજાર રૂપિયા સુધીનો દંડ અથવા તે બંનેની શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ કલમ-૧૧૫(૨)-
- ૧ વષૅ સુધીની કેદ અથવા ૧૦૦૦૦ રુપિયા સુધીનો દંડ અથવા તે બંને પોલીસ અધિકાર બહારનો જામીની કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw