મહાવ્યથા - કલમ : 116

મહાવ્યથા

માત્ર નીચે જણાવેલા પ્રકારની વ્યથાને મહાવ્યથા કહી છે.

(એ) પુરૂષત્વનો નાશ

(બી) બેમાંથી કોઇ આંખની જોવાની શકિતનો કાયમને માટે નાશ

(સી) બેમાંથી કોઇ કાનની સાંભળવાની શકિતનો કાયમને માટે નાશ

(ડી) કોઇ અવયવ કે સાંધાનો નાશ

(ઇ) કોઇ અવયવ કે સાંધાની શકિતનો નાશ અથવા કાયમી ખોટ

(એફ) મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ

(જી) હાડકાનું અથવા દાંતનું ભાગી જવું અથવા ખસી જવુ

(એચ) જેનાથી જિંદગી જોખમમાં મુકાય અથવા વ્યથા ભોગવનારને પંદર દિવસ સુધી સખત શારીરિક પીડા થાય અથવા તેનું રોજિંદુ કામકાજ કરવા તે અશકિતમાન બને તેવી વ્યથા.