સ્વેચ્છાપુવૅક મહાવ્યથા કરવા બાબત. - કલમ : 117

સ્વેચ્છાપુવૅક મહાવ્યથા કરવા બાબત.

(૧) જે કોઇ વ્યકિત સ્વેચ્છાપુવૅક વ્યથા કરે અને જે વ્યથા કરવાનો પોતાનો ઇરાદો હોય અથવા જે વ્યથા થવાનો સંભવ હોવાનું પોતે જાણતી હોય તે વ્યથા મહાવ્યથા હોય તો અને જે વ્યથા પોતે કરે તે મહાવ્યથા હોય તો તેણે સ્વેચ્છાપુવૅક મહાવ્યથા કરી કહેવાય

સ્પષ્ટીકરણ:- કોઇ વ્યકિત મહાવ્યથા કરે પણ સાથે મહાવ્યથા કરવાનો તેનો ઇરાદો ન હોય અથવા પોતે મહાવ્યથા કરશે તેવો સંભવ હોવાનું જાણતી ન હોય તો તેણે સ્વેચ્છાપુવૅક મહાવ્યથા કરી કહેવાય નહિ પણ એક પ્રકારની મહાવ્યથા કરવાના ઇરાદાથી અથવા પોતે મહાવ્યથા કરશે એવો સંભવ હોવાનું જાણવા છતા વાસ્તવમાં તે બીજા પ્રકારની મહાવ્યથા કરે તો તેણે સ્વેચ્છાપુવૅક મહાવ્યથા કરી કહેવાય.

(૨) કોઇ પણ વ્યકિત કલમ ૧૨૨ની પેટ કલમ (૨) માટે જોગવાઇ કરી હોય તે સિવાયના કિસ્સામાં સ્વૈચ્છિકપણે મહાવ્યથા પહોંચાડે તો તેને સાત વષૅની મુદત સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે.

(૩) કોઇપણ વ્યકિત પેટા કલમ (૧) હેઠળ ગુનો કરે અને આવું કૃત્ય કરતી વખતે કોઇ પણ વ્યકિતને ઇજા પહોંચાડે અથવા વ્યકિતને કાયમી વિકલાંગતા અથવા સતત દીર્ઘકાલીન સ્થિતિમાં રાખે તો તેને દસ વષૅથી ઓછી નહિ પણ આજીવન સખત કેદની મુદત સુધીની શિક્ષા કરવામાં આવશે એટલે કે તે વ્યકિતના કુદરતી જીવનની બાકીની મુદત માટેની શિક્ષા કરવામાં આવશે.

(૪) કોન્સટૅમાં કામ કરતી પાંચ કે તેથી વધુ વ્યકિતઓના જુથ દ્રારા તેની જાતિ જ્ઞાતિ કે સમુદાય લિંગ જન્મસ્થળ ભાષા અંગત માન્યતા કે અન્ય કોઇ સમાન કારણે વ્યકિતને મહાવ્યથા આપવામાં આવી હોય ત્યારે એવા જુથના દરેક સભ્યને મહાવ્યથા આપવાના ગુનાનો દોષિત ગણાશે અને તેને સાત વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

ગુનાઓનુ વર્ગીકરણ કલમ-૧૧૭(૨)-

- ૭ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

-જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ

કલમ-૧૧૭(૩)-

- ૧૦ વષૅથી ઓછી ન હોય પણ આજીવન કેદ એટલે તે વ્યકિતના બાકી રહેતા કુદરતી જીવન સુધીની કેદ

- પોલીસ અધિકારનો

- બિન જામીની

- સેશન્સ ન્યાયાલય

કલમ-૧૧૭(૪)-

- ૭ વષૅ સુધીની કેદ અને દંડ -પોલીસ અધિકારનો

-જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ