ભયંકર હથિયાર કે સાધનો વડે સ્વેચ્છાપુવૅક વ્યથા કે મહાવ્યથા કરવા બાબત
(૧) જે કોઇ વ્યકિત કલમ – ૧૨૨ની પેટા કલમ (૧) માં જણાવેલા સંજોગોમાં હોય તે સિવાય ગોળી છોડવાના ભોંકવાના કે કાપવાના સાધન વડે અથવા જે સાધનને આક્રમક હથિયાર તરીકે વાપરવાથી મોત નિપજવાનો સંભવ હોય તેવા સાધન વડે અથવા આગ કે કોઇ તપાવેલા પદાથૅ વડે અથવા કોઇ ઝેર કે ક્ષયજનક પદાથૅ વડે અથવા કોઇ વિસ્ફોટ પદાથૅ વડે અથવા જે પદાથૅ શ્વાસમાં લેવાથી કે ગળી જવાથી કે લોહીમાં ભળવાથી માનવ શરીરને નુકશાનકારક હોય તેવા પદાથૅ વડે અથવા કોઇપણ પશુ મારફત સ્વેચ્છાપુવૅક વ્યથા કરે તેને ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા વીસ હજાર સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
(૨) કોઇ પણ વ્યકિત કલમ ૧૧૨ની પેટા કલમ (૨) દ્રારા જોગવાઇ કરી હોય તે સિવાયના કેસમાં પેટા કલમ (૧) માં ઉલ્લેખેલી કોઇ પધ્ધતિ દ્રારા સ્વૈચ્છિકપણે મહાવ્યથા પહોંચાડે તો તેને એક વષૅથી ઓછી નહિ પણ દસ વષૅની મુદત સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વર્ગીકરણ કલમ-૧૧૮(૧)-
- ૩ વષૅ સુધીની કેદ અથવા ૨૦૦૦૦ હજાર રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને
- પોલીસ અધિકારનો
- બિન જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
કલમ-૧૧૮(૨)-
- આજીવન કેદ અથવા ૧ વષૅથી ઓછી નહી પણ ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો બિન જામીની પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw