બળજબરીથી મિલકત કઢાવી લેવા કે કોઇ ગેરકાયદેસરનું કૃત્ય કરવું પડે તે માટે સ્વેચ્છાપુવૅક વ્યથા કે મહાવ્યથા કરવા બાબત.
(૧) જે કોઇ વ્યકિત વ્યથા ભોગવનાર પાસેથી કે તેની સાથે હિત ધરાવતી કોઇ વ્યકિત પાસેથી કોઇ મિલકત કે કીમતી જામીનગીરી બળજબરીથી કઢાવી લેવા માટે અથવા ભોગવનારને કે તેની સાથે હિત ધરાવતી કોઇ વ્યકિતને કોઇ ગેરકાયદેસરનું અથવા ગુનો કરવામાં સરળતા કરી આપનારૂ કૃત્ય કરવું પડે તે માટે સ્વેચ્છાપુવૅક વ્યથા કરે તેને દસ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવમાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
(૨) પેટા કલમ (૧)માં ઉલ્લેખેલા કોઇ હેતુ માટે સ્વૈચ્છિકપણે મહાવ્યથા પહોંચાડનાર કોઇ વ્યકિત આજીવન કેદ અથવા દસ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વર્ગીકરણ કલમ-૧૧૯(૧)-
૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
કલમ-૧૧૯(૨)-
આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો બિન જામીની સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw