બળજબરીથી કબુલાત કરાવવા અથવા મિલકત પરત કરવાની ફરજ પાડવા માટે સ્વેચ્છાપુવૅક વ્યથા કે મહાવ્યથા કરવા બાબત.
(૧) જે કોઇ વ્યકિત વ્યથા ભોગવનાર પાસેથી કે તેની સાથે હિત ધરાવતી કોઇ વ્યકિત પાસેથી કોઇ ગુનો કે ગેરવતૅનનો પતો લાગે એવી કબુલાત કે માહિતી બળજબરીથી મેળવવા માટે અથવા વ્યથા ભોગવનારને કે તેની સાથે હિત ધરાવતી કોઇ વ્યકિતને કોઇ મિલકત કે કીમતી જામીનગીરી પરત કરવી પડે અથવા કરાવવી પડે તે માટે અથવા કોઇ દાવો કે માંગણી સંતોષવી પડે તે માટે અથવા જે માહિતી ઉપરથી કોઇ મિલકત કે કીમતી જામીનગીરી પાછી મેળવી શકાય તેવી માહિતી આપવી પડે તે માટે સ્વેચ્છાપુવૅક વ્યથા કરે તેને સાત વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
(૨) પેટા કલમ (૧) માં ઉલ્લેખેલા કોઇ હેતુ માટે સ્વૈચ્છિકપણે મહાવ્યથા પહોંચાડનાર કોઇ વ્યકિત દસ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે. ગુનાઓનુ વર્ગીકરણ
કલમ-૧૨૦(૧)-
- ૭ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
કલમ-૧૨૦(૨)-
- ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો બિન જામીની સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw