રાજય સેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે સ્વેચ્છાપુવૅક વ્યથા કે મહાવ્યથા કરવા બાબત. - કલમ : 121

રાજય સેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે સ્વેચ્છાપુવૅક વ્યથા કે મહાવ્યથા કરવા બાબત.

(૧) જે કોઇ વ્યકિત કોઇ રાજય સેવકને એવી હેસિયતથી તે પોતાની ફરજ બજાવતો હોય ત્યારે અથવા તે રાજય સેવકને અથવા અન્ય કોઇ રાજય સેવકને એવી હેસિયતથી પોતાની ફરજ બજાવતા અટકાવવાના કે રોકવાના ઇરાદાથી અથવા તેણે એવા રાજય સેવકની એવી હેસિયતથી પોતાની કાયદેસરની ફરજ બજાવતા કંઇ કૃત્યુ કર્યુ હોય કે કરવાની કોશિશ કરી હોય તેના પરિણામે એવા રાજય સેવકને સ્વેચ્છાપુવૅક મહાવ્યથા કરે તેને પાંચ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૨) જે કોઇ વ્યકિત ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને કારણે સ્વેચ્છાપુવૅક વ્યથા કરે તેને જો ઉશ્કેરાટનું કારણ આપનાર સિવાયની અન્ય વ્યકિતને વ્યથા કરવાના પોતાનો ઇરાદો ન હોય અથવા તે વ્યકિતને વ્યથા થવાનો સંભવ હોવાનું પોતે જાણતી ન હોય તો તેને એક વષૅથી ઓછી નહિ પણ દસ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે. ગુનાઓનુ વગીકરણ કલમ-૧૨૧(૧) –

- ૫ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ

કલમ-૧૨૧(૨) -

- ૧ વષૅથી ઓછી નહી અથવા ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

સેશન્સ ન્યાયાલય