ઉશ્કેરાટના કારણે સ્વેચછાપુવૅક વ્યથા કે મહાવ્યથા કરવા બાબત. - કલમ : 122

ઉશ્કેરાટના કારણે સ્વેચછાપુવૅક વ્યથા કે મહાવ્યથા કરવા બાબત.

(૧) જે કોઇ વ્યકિત ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને કારણે સ્વેચ્છાપુવૅક મહાવ્યથા કરે તેને જો ઉશ્કેરાટનું કારણ આપનાર સિવાયની અન્ય વ્યકિતને મહાવ્યથા કરવાના પોતાના ઇરાદો ન હોય અથવા તે વ્યકિતને મહાવ્યથા થવાનો સંભવ હોવાનું પોતે જાણતી હોય તો તેને એક મહિના સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૨) ગંભીર અને આકસ્મિક ઉશ્કેરણી પર સ્વૈચ્છિક રીતે મહાવ્યથા આપનાર કોઇ વ્યકિત ઉશ્કેરણી કરી હોય તેવી વ્યકિત સિવાયની કોઇ વ્યકિતને વ્યથા પહોંચાડવાનો ઇરાદો ધરાવતી ન હોય કે વ્યથા પહોંચાડવાની સંભાવના છે તેવુ પોતે જાણતી ન હોય તો તેને પાંચ વષૅની મુદત સુધીની કેદની સજા થશે અથવા દશ હજાર રૂપિયા કે બંનેનો દંડ થશે.

સ્પષ્ટીકરણઃ- આ કલમ કલમ ૧૦૧ ના અપવાદ ૧ તરીકે તે જોગવાઇને અધીન છે. ગુનાઓનુ વર્ગીકરણ

કલમ-૧૨૨(૧)-

- ૧ મહિના સુધીની કેદ અથવા ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ

કલમ-૧૨૨(૨)-

- ૫ વષૅ સુધીની કેદ અથવા ૧૦૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો જામીની પહેલા વગૅના મેજિસ્ટ્રેટ