ગુનો કરવાના ઇરાદાથી ઝેર વગેરેથી વ્યથા કરવા બાબત
જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતને વ્યથા કરવાના ઇરાદાથી અથવા ગુનો કરવાના અથવા તેમ કરવામાં સરળતા કરી આપવાના ઇરાદાથી અથવા વ્યથા થવાનો સંભવ છે એવુ જાણવા છતા તેને કોઇ ઝેર અથવા કોઇ બેહોશ કરનારૂ નશો ચડાવનારૂ અથવા તંદુરસ્તીને હાનિ કરનારૂ ઔષધ કે બીજી વસ્તુ આપે અથવા તેની પાસે લેવડાવે તેને દસ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વર્ગીકરણ
૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw