એસિડ વગેરેના ઉપયોગથી સ્વેચ્છાપુવૅક મહાવ્યથા કરવા બાબત - કલમ : 124

એસિડ વગેરેના ઉપયોગથી સ્વેચ્છાપુવૅક મહાવ્યથા કરવા બાબત

(૧) જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતને ઇજા કે હાનિ પહોંચાડવાના ઇરાદાથી અથવા ઇજા કે હાનિ થશે કે કાયમી દીર્ઘકાલીન સ્થિતીમાં મુકાશે તેવું જાણતો હોવા છતા તે વ્યકિત ઉપર એસિડ ફેંકીને અથવા એસિડ પીવડાવીને તે વ્યકિતના શરીરના કોઇ ભાગ અથવા ભાગોને કાયમી અથવા આંશિક નુકશાન પહોંચાડે અથવા વિકૃત કરે અથવા બાળી નાખે અથવા કાપી નાખે અથવા વિરૂપ કરે અથવા અસમથૅ કરે અથવા મહાવ્યથા કરે તેને દસ વષૅથી ઓછી નહિ પણ આજીવન કેદની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની અને દંડની શિક્ષા કરવામાં આવશે. પરંતુ આવા દંડની રકમ ભોગ બનનારની સારવાર માટેના તબીબી ખચૅને પહોંચી વળવા માટે વાજબી અને પયૅ ાપ્ત હોવી જોઇશે. વધુમાં આ પેટા કલમ હેઠળ લેવામાં આવેલા કોઇ દંડની રકમ ભોગ બનનાર વ્યકિતને આપવામાં આવશે.

(૨) જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતને કાયમી અથવા આંશિક નુકશાન પહોંચાડવાના અથવા વિકૃત કરવાના અથવા બાળી નાખવાના અથવા કાપી નાખવાના અથવા વિરૂપ કરવાના અથવા અસમથૅ કરવાના અથવા મહાવ્યથા કરવાના ઇરાદાથી તે વ્યકિત ઉપર એસિડ નાખે અથવા એસિડ નાખવાનો પ્રયત્ન કરે અથવા કોઇ વ્યકિતને એસિડ પીવડાવવાનો પ્રયત્ન કરે તેને પાંચ વષૅથી ઓછી નહિ પણ સાત વષૅની મુદત સુધીની કેદની બેમાંથી કોઈ પ્રકારની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

સ્પષ્ટીકરણ ૧.- આ કલમના હેતુઓ માટે એસિડ માં એસિડિક અથવા કોરોસીવ (ખવાણ) ના ગુણધમૅ ધરાવતા અથવા કોઇપણ દહનશીલ પદાર્થનો સમાવેશ થાય છે જેનાથી ચાઠા (જખમ) પડી શકે અથવા શરીર વિરૂપ બને અથવા આંશિક કે કાયમી અસમર્થતા આવે તેવી શારીરિક ઇજા થઇ શકે તેમ હોય

સ્પષ્ટીકરણ ૨.- આ કલમના હેતુઓ માટે કાયમી અથવા આંશિક નુકશાન અથવા વિકૃતિ તેમા ફેરફાર ન થઇ શકે તેવા હોવાનું જરૂરી નથી.

ગુનાઓનુ વગીકરણ

- ૧૦ વષૅ કરતા ઓછી ન હોય તેવી પરંતુ આજીવન કેદ સુધી લંબાવી શકાય તેવી કેદ અને દંડ

કલમ-૧૨૪(૧)-

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય

કલમ-૧૨૪(૨)-

- ૫ વર્ષ સુધીની પરંતુ ૭ વષૅ સુધી લંબાવી શકાય તેવી કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય