બીજાઓની જીંદગી અથવા શારીરિક સલામતીને જોખમમાં મુકે એવું કૃત્ય
જે કોઇ વ્યકિત મનુષ્યની જિંદગી કે અન્ય વ્યકિતઓની શારીરિક સલામતી જોખમમાં મુકાય એવી બેફામ રીતે અથવા બેદરકારીથી કોઇ કૃત્ય કરે તેને ત્રણ મહિનાની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા અઢી હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
(એ) જે કોઇ વ્યકિત મનુષ્યની જિંદગી કે અન્ય વ્યકિતઓની શારીરિક સલામતી જોખમમાં મુકાય એવી બેફામ રીતે અથવા બેદરકારીથી કોઇ કૃત્ય કરીને કોઇ વ્યકિતને વ્યથા કરે તેને છ મહિના સુધીના બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
(બી) જે કોઇ વ્યકિત મનુષ્યની જિંદગી કે અન્ય વ્યકિતઓની સલામતી જોખમમાં મુકાય એવી બેફામ રીતે અથવા બેદરકારીથી કોઇ કૃત્ય કરીને કોઇ વ્યકિતને મહાવ્યથા કરે તેને ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દસ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
કલમ-૧૨૫ -
૩ મહિના સુધીની કેદ અથવા ૨૫૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને
- પોલીસ અધિકારનો
-જામીની
- કોઇપણ મેજીસ્ટ્રેટ
કલમ-૧૨૫ (એ) -
- ૬ મહિના સુધીની કેદ અથવા ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને
- પોલીસ અધિકારનો
- જામીની
- કોઇપણ મેજીસ્ટ્રેટ
કલમ-૧૨૫ (બી) -
- ૩ વષૅ સુધીની કેદ અથવા ૧૦૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને
- પોલીસ અધિકારનો
- જામીની
- કોઇપણ મેજીસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw