ગેરકાયદે અવરોધ
(૧) જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતને જે દિશામાં જવાનો હક હોય તે દિશામાં તે જતી અટકે એ રીતે તેને સ્વેચ્છાપુવૅક અડચણ કરે તેણે તે વ્યકીતનો ગેરકાયદે અવરોધ કર્યો કહેવાય
અપવાદ.- જમીન અથવા પાણી ઉપરથી જવા આવવાનો કોઇ ખાનગી માગૅ બંધ કરવાનો પોતાને કાયદેસર હક હોવાનું કોઇ વ્યકિત શુધ્ધબુધ્ધિથી માનતી હોય તે માગૅમાં અડચણ કરવી તે આ કલમના અથૅમાં ગુનો નથી.
(૨) જે કોઇ વ્યકિત કોઇ પણ વ્યકિતને ખોટી રીતે અંકુશમાં રાખે તો તેને એક મહિના સુધીની સાદી કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડ અથવા તે બંનેની શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
કલમ – ૧૨૬(૨) -
૧ મહિના સુધીની સાદી કેદ અથવા ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને - પોલીસ અધિકારનો
જામીની
- કોઇપણ મેજીસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw