ગેરકાયદે અટકાયત - કલમ : 127

ગેરકાયદે અટકાયત

(૧) જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિત નિશ્ર્વિત કરેલી અમુક હદની બહાર જઇ શકે નહી એ રીતે તેનો ગેરકાયદે અવરોધ કરે તેણે તે વ્યકિતની ગેરકાયદે અટકાયત કરી કહેવાય

(૨) જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતને ગેરાયદે અટકાયતમાં રાખે તેને એક વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૩) જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતને ત્રણ કે તેથી વધુ દિવસ સુધી ગેરકાયદે અટકાયતમાં રાખે તેને ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની અથવા દસ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૪) જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતને દસ કે તેથી વધુ દિવસ સુધી ગેરકાયદે અટકાયતમાં રાખે તેને પાંચ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દસ હજાર રૂપિયાથી ઓછો ન હોય તેવા દંડને પાત્ર થશે.

(૫) કોઇ વ્યકિતને છોડી મુકવાની રિટ રીતસર કાઢવામાં આવી હોવાનું જાણવા છતા જે કોઇ વ્યકિત તેને ગેરકાયદે અટકાયતમાં રાખે તેને આ પ્રકરણની અન્ય કોઇ કલમ હેઠળ તે જેટલી મુદતની કેદને પાત્ર હોય તે ઉપરાંત બે વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે.

(૬) જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતને એવી રીતે ગેરકાયદે અટકાયતમાં રાખે કે જેથી એ રીતે અટકાયતમાં રાખેલી વ્યકિત સાથે હિત ધરાવનારી કોઇ વ્યકિતને અથવા કોઇ રાજય સેવકને તેની અટકાયતની જાણ ન થાય અથવા આમાં અગાઉ જણાવેલ કોઇ વ્યકિતને કે રાજય સેવકને એવી અટકાયતના સ્થાનની જાણ ન થાય અથવા તેને પતો ન મળે એવો તેનો ઇરાદો પ્રતીત થાય તેને એવી ગેરકાયદે અટકાયત માટે બીજી જે શિક્ષાને તે પાત્ર હોય તે ઉપરાંત ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે.

(૭) જે કોઇ વ્યકિત અટકાયતમાં રાખેલી કોઇ વ્યકિત પાસેથી કે તેની સાથે હિત ધરાવતી કોઇ વ્યકિત પાસેથી કોઇ મિલકત કે કિંમતી જામીનગીરી બળજબરીથી કઢાવી લેવા માટે અથવા અટકાયતમાં રાખેલી વ્યકિતને કે તેની સાથે હિત ધરાવતી કોઇ વ્યકિતને ગેરકાયદેસરનું કૃત્ય કરવું પડે અથવા કોઇ ગુનો કરવામાં સરળતા થાય તેવી કોઇ માહિતી આપવી પડે તે માટે તે વ્યકિતને ગેરાયદે અટકાયતમાં રાખે તેને ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(૮) અટકાયતમાં રાખેલી કોઇ વ્યકિત પાસેથી કે તેની સાથે હિત ધરાવતી કોઇ વ્યકિત પાસેથી કોઇ ગુના કે ગેરવતૅનનો પતો લાગે એવી કબુલાત કે માહિતી બળજબરીથી મેળવવા માટે અથવા અટકાયતમાં રાખેલી વ્યકિતને કે તેની સાથે હિત ધરાવતી કોઇ વ્યકિતને કોઇ મિલકત કે કીમતી જામીનગીરી પરત કરવી પડે કે કરાવવી પડે તે માટે અથવા કોઇ દાવો કે માંગણી સંતોષવી પડે તે માટે અથવા જે માહિતી ઉપરથી કોઇ મિલકત કે કિંમતી જામીનગીરી પરત મેળવી શકાય તે માહિતી આપવી પડે તે માટે તે વ્યકિતને ગેરકાયદે અટકાયતમાં રાખે તેને ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

ગુનાઓનુ વર્ગીકરણ

કલમ – ૧૨૭(૨) -

- ૧ વષૅ સુધીની કેદ અથવા ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

-જામીની

- કોઇપણ મેજીસ્ટ્રેટ

કલમ – ૧૨૭(૩)-

- ૩ વર્ષ સુધીની કેદ અથવા ૧૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

બિન જામીની

- પહેલા વર્ગના મેજીસ્ટ્રેટ

કલમ – ૧૨૭(૫) -

- અન્ય કોઇ કલમ હેઠળ તે જેટલી મુદતની કેદને પાત્ર હોય તે ઉપરાંત ૨ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- જામીની

- પહેલા વગૅના મેજીસ્ટ્રેટ

કલમ – ૧૨૭(૬) -

અન્ય કોઇ કલમ હેઠળ તે જેટલી મુદતની કેદને પાત્ર હોય તે ઉપરાંત ૩ વષૅ સુધીની કેદ અને દંડ-

- પોલીસ અધિકારનો

-જામીની

- પહેલા વગૅના મેજીસ્ટ્રેટ

કલમ – ૧૨૭(૭) -

- ૩ વષૅ સુધીની કેદ અને દંડ - પોલીસ અધિકારનો

- જામીની

- કોઇપણ મેજીસ્ટ્રેટ

કલમ – ૧૨૭(૮) -

- ૩ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

-જામીની

- કોઇપણ મેજીસ્ટ્રેટ