બળ - કલમ : 128

બળ

જે કોઇ વ્યકિત કોઇ બીજી વ્યકિતને ગતિમાન કરે તેની ગતિમા ફેરફાર કરે કે તેની ગતિ બંધ કરે અથવા તેના શરીરના કોઇ ભાગ સાથે અથવા તેણે પહેરી હોય કે તેની પાસે હોય તેવી કોઇ વસ્તુ સાથે કોઇ પદાથૅ સંસગૅમાં આવે અને એ રીતે અથવા એવા સંસગૅથી તેની સ્પશૅન્દ્રિયને અસર થાય એ રીતે આવેલી કોઇ વસ્તુ સાથે સંસગૅમાં આવે અને એ રીતે તે પદાથૅને ગતિમાન કરે તેની ગતિમાં ફેરફાર કરે કે તેની ગતિ બંધ કરે તો તેણે તે બીજી વ્યકિત ઉપર બળ વાપર્યુ કહેવાય. પરંતુ જો ગતિ આપનાર અથવા ગતિમાં ફેરફાર કરનાર કે ગતિ બંધ કરનાર આ કલમમાં હવે પછી વણૅવેલી ત્રણ રીતોમાંની કોઇ એક રીતે એવી ગતિ આપે ગતિમાં ફેરફાર કરે કે ગતિ બંધ કરે તો

(એ) પોતાની શારીરિક શકિતથી

(બી) તેના પોતાના તરફથી કે અન્ય કોઇ વ્યકિત તરફથી બીજું કશુ કયૅવા વગર ગતિ મળે ગતિમાં ફેરફાર થાય કે ગતિ બંધ થાય એ રીતે કોઇ પદાથૅનો ઉપયોગ કરીને

(સી) કોઇ પશુને ગતિમાન કરાવીને તેની ગતિમાં ફેરફાર કરાવીને તેની ગતિ બંધ કરાવીને