હુમલો - કલમ : 130

હુમલો

કોઇ વ્યકિત કોઇ ચેષ્ટા કે તૈયારી કરવાથી પોતે કોઇ હાજર વ્યકિત ઉપર ગુનાહિત બળ વાપરવાની તૈયારીમાં છે એવી તે વ્યકિતને દહેશત ઉભી થશે એવા ઇરાદાથી કે તેમ થવાનો સંભવ હોવાનું જાણવા છતા એવી ચેષ્ટા કે તૈયારી કરે તેણે હુમલો કર્યો કહેવાય.

સ્પષ્ટીકરણઃ- માત્ર શબ્દો બોલવાથી હુમલાનો ગુનો બનતો નથી પણ કોઇ વ્યકિતએ ઉચ્ચારેલા શબ્દો તેની ચેષ્ટા અને તૈયારીને એવું સ્વરૂપ આપી શકે કે જેથી તે ચેષ્ટા અને તૈયારી હુમલો ગણાય.