ગંભીર ઉશ્કેરાટને કારણે હોય તે સિવાય હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા માટે શિક્ષા - કલમ : 131

ગંભીર ઉશ્કેરાટને કારણે હોય તે સિવાય હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા માટે શિક્ષા

જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતએ પોતાને ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટનું કારણ આવ્યું હોય તે સિવાય તે વ્યકિત ઉપર હુમલો કરે અથવા ગુનાહિત બળ વાપરે તેને ત્રણ

મહિના સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા એક હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

સ્પષ્ટીકરણ ૧.-

(એ) જો ઉશ્કેરાટ ગુનેગારે ગુનો કરવાના બહાના તરીકે માંગી લીધો હોય અથવા સ્વેચ્છાપુવૅક કરાવ્યો હોય અથવા

(બી) કાયદાનું પાલન કરતા થયેલ કોઇ કૃત્યથી અથવા પોતાની સતા કાયદેસર રીતે વાપરતા કોઇ રાજય સેવક તરફથી ઉશ્કેરાટનું કારણ મળ્યું હોય અથવા

(સી) સ્વ બચાવનો હક કાયદેસર રીતે વાપરતા કરેલાં કોઇ કૃત્યથી ઉશ્કેરાટનું કારણ મળ્યું હોય તો તેવા ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટના કારણે આ કલમ હેઠળના કોઇ ગુના

માટે શિક્ષા હળવી કરી શકાશે નહિ. સ્પષ્ટીકરણ ૨.- તે ઉશ્કેરાટ ગુનો હળવો બને એટલો ગંભીર અને ઓચિંતો હતો કે કેમ તે હકીકતનો પ્રશ્ન છે.

ગુનાઓનુ વર્ગીકરણ ૩ મહિના સુધીની કેદ અથવા ૧૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને - પોલીસ અધિકાર બહારનો - જામીની - કોઇપણ મેજીસ્ટ્રેટ