રાજયસેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા બાબત
જો કોઇ વ્યકિત કોઇ રાજય સેવકને એવી હેસિયતથી પોતાની ફરજ બજાવતો હોય ત્યારે અથવા તેને એવા રાજય સેવકની હેસિયતથી પોતાની ફરજ બજાવતા અટકાવવાના કે રોકવાના ઇરાદાથી અથવા તેણે એવા રાજય સેવકની હેસિયતથી પોતાની કાયદેસરની ફરજ બજાવતા કંઇ કૃત્ય કર્યુ હોય કે કરવાની કોશિશ કરી હોય તેને પરિણામે તે રાજય સેવક ઉપર હુમલો કરે અથવા ગુનાહિત બળ વાપરે તેને બે વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકારનો
બિન જામીની
કોઇપણ મેજીસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw