કોઇ વ્યકિત પાસે હોય તે વસ્તુની ચોરી કરવાની કોશિશ કરતાં હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા બાબત - કલમ : 134

કોઇ વ્યકિત પાસે હોય તે વસ્તુની ચોરી કરવાની કોશિશ કરતાં હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા બાબત

જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતએ તે વખતે પહેરેલી હોય અથવા તેની પાસે હોય તે વસ્તુની ચોરી કરવાની કોશિશ કરતાં તેના ઉપર હુમલો કરે અથવા ગુનાહિત બળ વાપરે તેને બે વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો જામીની

- કોઇપણ મેજીસ્ટ્રેટ