કોઇ વ્યકિતને ગેરકાયદે અટકાયતમાં રાખવાની કોશિશ કરતાં તેના ઉપર હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા બાબત - કલમ : 135

કોઇ વ્યકિતને ગેરકાયદે અટકાયતમાં રાખવાની કોશિશ કરતાં તેના ઉપર હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા બાબત

જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતને ગેરકાયદે અટકાયતમાં રાખવાની કોશિશ કરતાં તે વ્યકિત ઉપર હુમલો કરે અથવા ગુનાહિત બળ વાપરે તેને એક વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા એક હજાર રૂપીયા સુધીની દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

- ૧ વષૅ સુધીની કેદ અથવા ૫૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો જામીની

- કોઇપણ મેજીસ્ટ્રેટ