અપહરણ
(૧) અપહરણ બે પ્રકારના છે ભારત માંથી અપહરણ અને કાયદેસરના વાલીપણા માંથી અપહરણ
(એ) જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતને તેની અથવા તેના વતી સંમતિ આપવા માટે કાયદેસર રીતે અધિકાર ધરાવતી કોઇ વ્યકિતની સંમતિ લીધા વિના ભારતની સીમા બહાર લઇ જાય તેણે વ્યકિતનું ભારતમાંથી અપહરણ કર્યુ કહેવાય.
(બી) અસ્થિર મગજના કોઇ બાળકને અથવા કોઇ વ્યકિતને તેના કાયદેસરના વાલીપણા માંથી એવા વાલીની સંમતિ વિના એવા અસ્થિર મગજના બાળક અથવા વ્યકિતને જે કોઇ વ્યકિત લઇ જાય અથવા ફોસલાવીને લઇ જાય તેણે એવા બળકનું અથવા એ વ્યકિતનું કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કર્યુ કહેવાય
સ્પષ્ટીકરણ.- આ કલમમાં કાયદેસરના વાલી એ શબ્દોમાં એવા બાળકની અથવા અન્ય વ્યકિતની સંભાળ અથવા હવાલો જે વ્યકિતને કાયદેસર રીતે સોંપવામાં આવ્યો હોય તે વ્યકિતનો સમાવેશ થાય છે.
અપવાદ.- શુધ્ધબુધ્ધિથી પોતાને કોઇ અનૌરસ બાળકનો પિતા માનતી હોય અથવા એ બાળકને કાયદેસર હવાલામાં રાખવાનો પોતાને હક હોવાનું માનતી હોય એવી કોઇ વ્યકિતના કૃત્યને આ કલમ લાગુ પડતી નથી સિવાય કે એવું કૃત્ય અનૈતિક અથવા કાયદા વિરૂધ્ધના હેતુ માટે કરવામાં આવ્યું હોય.
(૨) જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતનું ભારતમાંથી અથવા કાયદેસરના વાલીપણ માંથી અપહરણ કરે તેને સાત વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. ગુનાઓનુ વર્ગીકરણ કલમ-૧૩૭(૨)- - ૭ વષૅ સુધીની કેદ અને દંડ - પોલીસ અધિકારનો જામીની પહેલા વગૅના મેજીસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw