ભીખ માંગવાના હેતુઓ માટે કોઇ બાળકનું અપહરણ કરવા અથવા તેને અપંગ બનાવવા બાબત
(૧) જે કોઇો વ્યકિત કોઇ પણ બાળકને ભીખ માંગવાના હેતુઓ માટે કામે લગાડાય અથવા તેનો ઉપયોગ કરાય તે માટે તેનું અપહરણ કરે અથવા પોતે તેનો કાયદેસર વાલી ન હોય છતાં તે બાળકનો હવાલો મેળવે તેને દસ વષૅ કરતા ઓછી નહિ પણ આજીવન કેદની મુદત સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
(૨) જે કોઇ વ્યકિત કોઇ પણ બાળકને ભીખ માંગવાના હેતુઓ માટે કામે લગાડાય અથવા તેનો ઉપયોગ કરાય તે માટે તેને અપંગ બનાવે આજીવન કેદની મુદત સુધીની શિક્ષા એટલે કે વ્યકિતની કુદરતી જિંદગીની બાકીની મુદત માટે કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર થશે.
(૩) કોઇ વ્યકિત પોતે બાળકના કાયદેસરના વાલી ન હોવા છતાં તેને ભીખ માંગવાના હેતુઓ માટે કામે લગાડે અથવા તેનો ઉપયોગ કરે ત્યારે એથી વિરૂધ્ધનુ સાબિત ન થાય તો તેણે તે બાળકને ભીખ માંગવાના હેતુઓ માટે કામે લગાડવામાં આવે અથવા તેનો ઉપયોગ કરવામાં આવે તે માટે તેનું અપહરણ કર્યું છે અથવા અન્યથા તેનો હવાલો મેળવ્યો છે એમ માની લેવામાં આવશે.
( ૪) આ કલમમાં ભીખ માંગવી એટલે
(૧) કોઇ જાહેર સ્થળે ગાવાના નાચવાના ભવિષ્ય ભાખવાના હાથ ચાલાકીના ખેલ કરવાના અથવા ચીજ વસ્તુઓ વેચવાના કે અન્ય કોઇ બહાના હેઠળ ભીખ માંગવી કે લેવી
(૨) ભીખ માંગવા કે લેવાના હેતુથી કોઈ ખાનગી જગામાં પ્રવેશ કરવો.
(૩) ભીખ મેળવવાના કે તે પરાણે લેવાના ઉદ્દેશથી પોતાનો કે બીજી કોઇ વ્યકિતનો કે કોઇ પશુનો વ્રણ
જખમ ઇજા વિકૃતિ અથવા રોગ દશિત કરવો અથવા પ્રદશિત કરવો
(૪) ભીખ માંગવા કે લેવાના હેતુથી કોઇ સગીરનો પ્રદશૅનીય વસ્તુ તરીકે ઉપયોગ કરવો.
ગુનાઓનુ વર્ગીકરણ
કલમ-૧૩૯(૧)-
- ૧૦ વષૅથી ઓછી નહીં પણ આજીવન સુધીની સખત કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- પહેલા વગૅના મેજીસ્ટ્રેટ
કલમ-૧૩૯(૨)-
- ૨૦ વષૅથી ઓછી નહીં પણ આજીવન કેદ એટલે તે વ્યકિતના બાકી રહેતા કુદરતી જીવન સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw