ખૂન કરવા માટે અપહરણ અથવા અપનયન કરવા બાબત - કલમ : 140

ખૂન કરવા માટે અપહરણ અથવા અપનયન કરવા બાબત

(૧) જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતનું ખુન કરવામાં આવે તે માટે અથવા તેનુ ખુન થાય એવો જોખમમાં તે મુકાય એવી રીતે તેનો નિકાલ કરવા માટે તે વ્યકિતનું અપહરણ કરે અથવા અપનયન કરે તેને આજીવન કેદની અથવા દસ વષૅ સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(૨) જે કોઇ વ્યકિતનું અપહરણ કે અપનયન કરે અથવા વ્યકિતનું અપહરણ કે અપનયન કયૅ | પછી તેને અટકાયતમાં રાખે અને મૃત્યુ કે ઇજા કરવાની ધમકી આપે કે અથવા પોતાના વતૅન દ્રારા વાજબી રીતે એવો સંશય ઉભો કરે કે આવી વ્યકિતનું મૃત્યુ નિપજાવવામાં આવશે અથવા ઇજા કરવામાં આવશે અથવા આવી વ્યકિતને ઇજા કરે કે તેનું મૃત્યુ નિપજાવે જેથી સરકારને કે કોઇ વ્યકિતને કોઇ કૃત્ય કરવા અથવા ન કરવા અથવા મુકિત દંડ અથવા ફરજ પડે તો તે વ્યકિત મૃત્યુ દંડ અથવા આજીવન કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પાત્ર પણ થશે.

(૩) જે કોઇ વ્યકિત બીજી કોઇ વ્યકિતને ગુપ્ત રીતે અને ગેરકાયદે અટકાયતમાં રાખવાના ઇરાદાથી તેનુ અપહરણ કરે અથવા અપનયન કરે તેને સાત વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(૪) કોઇ પણ વ્યકિત કોઇ વ્યકિતનું અપહરણ કે અપનયન કરે જેનાથી આવી વ્યકિતને મહાવ્યથા ઊભી થાય કે મહાવ્યથા કોઇ વ્યકિતની અકુદરતી વિષયવાસનામાં મુકવાની સંભાવના હોય તે રીતે વ્યવહાર કરવામાં આવ્યો હોય કે તે જાણતો હોય કે આવી વ્યકિત સાથે આ રીતે વતૅન કે વ્યવહાર કરવામાં આવશે તો તેને દસ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. ગુનાઓનુ વગીકરણ

કલમ-૧૪૦(૧)-

-આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની સખત કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય

કલમ-૧૪૦(૨)-

- મોત અથવા આજીવન કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

-સેશન્સ ન્યાયાલય

કલમ-૧૪૦(૩)-

- ૭ વષૅ સુધીની કેદ અને દંડ - પોલીસ અધિકારનો

- બિન-જામીની

- પહેલા વગૅના મેજીસ્ટ્રેટ

કલમ-૧૪૦(૪)-

- ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય