વ્યકિતઓનો વેપાર (ખરીદ-વેચાણ માનવ તસ્કરી કરવી) કરવા બાબત - કલમ : 143

વ્યકિતઓનો વેપાર (ખરીદ-વેચાણ માનવ તસ્કરી કરવી) કરવા બાબત

(૧) જે કોઇ વ્યકિત

(એ) ધમકી આપીને અથવા

(બી) બળજબરી કરીને અથવા બીજા કોઇ પ્રકારનો જુલમ કરીને અથવા

(સી) અપહરણ કરીને અથવા

(ડી) કપટ અથવા છેપરપિંડી કરીને અથવા

(ઇ) સતાનો દુરૂપયોગ કરીને અથવા

(એફ) ભરતી કરવામાં આવેલ હેરફેર કરવામાં આવેલ આશ્રય આપવામાં આવેલ સ્થળાંતર કરવામાં આવેલ અથવા સ્વીકારવામાં આવેલ વ્યકિત ઉપર નિયંત્રણ ધરાવતી કોઇ વ્યકિતની સંમતિ મેળવવા માટે નાણા અથવા લાભ આપવા અથવા લેવા સહિત કોઇ પ્રલોભન આપીને કોઇ વ્યકિત અથવા વ્યકિતઓની શોષણ કરવાના હેતુ માટે (એ) ભરતી કરે (બી) તેમની હેરફેર કરે (સી) તેમને આશ્રય આપે (ડી) તેમનુ સ્થાળાંતર કરે અથવા (ઇ) તેમને સ્વીકારે તે વ્યકિત વેપાર કરવાનો ગુનો કરે છે.

સ્પષ્ટીકરણ ૧.- શોષણ એ શબ્દપ્રયોગમાં શારીરિક શોષણના કોઇ પણ કૃત્ય અથવા બીજા પ્રકારના જાતીય શોષણો ગુલામી અથવા ગુલામી જેવી પ્રથાઓ બંધન અથવા શરીરના અવયવોને બળજબરીથી દુર કરવાનો સમાવેશ થાય છે.

સ્પષ્ટીકરણ ૨.- વેપાર કરવાનો ગુન નકકી કરતી વખતે ભોગ બનનારની સંમતિ મહત્વહીન ગણાય છે.

(૨) જે કોઇ વ્યકિત વેપાર કરવાનો ગુનો કરે તેને સાત વષૅથી ઓછી નહિ પણ દસ વષૅની મુદત સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(૩) કોઇ ગુનામાં એકથી વધુ વ્યકિતના વેપારનો સમાવેશ થતો હોય ત્યારે તેને માટે દસ વષૅથી ઓછી નહિ પણ આજીવન કેદની મુદત સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(૪) કોઇ ગુનામાં કોઇ બાળકના વેપારનો સમાવેશ થતો હોય ત્યારે તેને માટે દસ વષૅથી ઓછી નહિ પણ આજીવન કેદની મુદત સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(૫) કોઇ ગુનામાં એકથી વધુ બાળકના વેપારનો સમાવેશ થતો હોય ત્યારે તેને માટે ચૌદ વષૅથી ઓછી નહિ પણ આજીવન કેદની મુદત સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(૬) કોઇ વ્યકિત એકથી વધુ પ્રસંગોએ બાળકનો વેપાર કરવાના ગુનામાં દોષિત ઠરે તો તેને આજીવન કેદની એટલે કે તે વ્યકિતની જિંદગીના બાકી રહેલા વર્ષોની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(૭) કોઇ વ્યકિતનો વેપાર કરવામાં કોઇ જાહેર સેવક અથવા પોલીસ અધિકારી સંડોવાયેલ હોય ત્યારે આવા જાહેર સેવક અથવા પોલીસ અધિકારીને આજીવન કેદની એટલે કે તે વ્યકિતની જિંદગીના બાકી રહેલા વર્ષોની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

ગુનાઓનુ વર્ગીકરણ

કલમ-૧૪૩(૨) -

- ૭ વષૅથી ઓછી નહી તેવી પરંતુ ૧૦ વષૅ સુધીની સખત કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની સેશન્સ ન્યાયાલય

કલમ-૧૪૩(૩) -

૧૦ વષૅથી ઓછી નહી તેવી પરંતુ આજીવન સુધીની સખત કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

સેશન્સ ન્યાયાલય

કલમ-૧૪૩(૪)-

૧૦ વષૅથી ઓછી નહી તેવી પરંતુ આજીવન સુધીની સખત કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય

કલમ-૧૪૩(૫) -

- ૧૪ વષૅથી ઓછી નહી તેવી પરંતુ આજીવન સુધી લંબાવી શકાય તેવી સખત કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય

કલમ-૧૪૩(૬) -

આજીવન કેદ એટલે તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધીની કેદ અને દંડ

પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય

કલમ-૧૪૩(૭) -

- આજીવન કેદ એટલે તેના બાકી રહેતા કુદરતી જીવન ની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય