જે વ્યકિતની તસ્કરી કરવામાં આવી હોય તે વ્યકિતનુ શોષણ કરવા બાબત - કલમ : 144

જે વ્યકિતની તસ્કરી કરવામાં આવી હોય તે વ્યકિતનુ શોષણ કરવા બાબત

(૧) જે કોઇ વ્યકિત બાળકની વેપાર કરવામાં આવી છે તેમ જાણવા છતા અથવા તેમ માનવાને કારણ હોવા છતા એવા સગીર બાળકનું કોઇ પણ પ્રકારનુ જાતીય શોષણ થાય તેવા કાયૅમાં રોકે તો તેને પાંચ વષૅથી ઓછી નહિ પણ દસ વષૅની મુદત સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે.

(૨) જે કોઇ વ્યકિત કોઇ વ્યકિતની તસ્કરી કરવામાં આવી છે તેમ જાણવા છતા અથવા તેમ માનવાને કારણ હોવા છતા એવી પુખ્ત વ્યકિતનું કોઇ પણ રીતેનું જાતીય શોષણ થાય તેવા કાયૅમાં રોકે તો તેને ત્રણ વષૅથી ઓછી નહિ પણ સાત વષૅની મુદત સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

ગુનાઓનુ વર્ગીકરણ

કલમ-૧૪૪(૧)-

- ૫ વષૅથી ઓછી નહી પરંતુ ૧૦ વષૅ સુધીની સખત કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય

કલમ-૧૪૪(૨) -

૩ વષૅથી ઓછી નહી પરંતુ ૭ વષૅ સુધીની સખત કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય