કલમ ૧૪૭ મુજબ શિક્ષાને પાત્ર ગુના કરવાનું કાવતરૂ
જે કોઇ વ્યકીત ભારતમાં અથવા ભારત સિવાય અને બહાર કલમ ૧૪૭ મુજબ શિક્ષાને પાત્ર ગુનાઓ પૈકી કોઇ ગુનો કરવાનું અથવા કેન્દ્ર સરકાર કે કોઇ રાજય સરકારના ઉપર ગુનાહિત બળથી અથવા ગુનાહિત બળના દેખાવથી ધાક બેસાડવાનું કાવતરૂ કરે તો તેને આજીવન કેદની અથવા દસ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. સ્પષ્ટીકરણ.- આ કલમ હેઠળ કાવતરૂ થયું ગણાય તે માટે તેને અનુસરીને કોઇ કૃત્ય કરવું અથવા ગેરકાયદેસર રીતે ન કરવું એ જરૂરી નથી.
ગુનાઓનુ વર્ગીકરણ આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ - પોલીસ અધિકારનો બિન-જામીની
સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw