લડાઇની યોજનામાં સરળતા કરી આપવાના ઇરાદાથી તે છુપાવવા બાબત
જે કોઇ વ્યકિત ભારત સરકાર સામે લડાઈ ની યોજનાનું અસ્તિત્વ છુપાવીને એવી લડાઇ કરવામાં સરળતા કરી આપવાના ઇરાદાથી અથવા તેમ કરવાથી સરળતા થશે એવો સંભવ હોવાનું જાણવા છતા કોઇ કૃત્ય અથવા ગેરકાયદેસરના કાયૅલોપથી તે છુપાવે તેને દસ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વગીકરણ
૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw