કાયદેસરની કોઇ સતા વાપરવાની ફરજ પાડવાના અથવા વાપરવામાં અવરોધ કરવાના ઇરાદાથી રાષ્ટ્રપતિ રાજયપાલ વગેરે ઉપર હુમલો કરવા બાબત - કલમ : 151

કાયદેસરની કોઇ સતા વાપરવાની ફરજ પાડવાના અથવા વાપરવામાં અવરોધ કરવાના ઇરાદાથી રાષ્ટ્રપતિ રાજયપાલ વગેરે ઉપર હુમલો કરવા બાબત

જે કોઇ વ્યકિત ભારતના રાષ્ટ્રપતિ અથવા કોઇ રાજયના રાજયપાલને રાષ્ટ્રપતિ અથવા એવા રાજયપાલની કાયદેસરની કોઇ સતા કોઇ રીતે વાપરવા માટે અથવા વાપરતા અટકાવવા માટે તેમને પ્રેરવા કે તેમને ફરજ પાડવાના ઇરાદાથી તેમના ઉપર હુમલો કરે અથવા તેમનો ગેરકાયદેસર અવરોધ કરે અથવા ગેરકાયદેસર અવરોધ કરવાની કોશિશ કરે અથવા ગુનાહિત બળથી કે ગુનાહિત બળ દાખવીને ધાક બેસાડે અથવા એ રીતે ધાક બેસાડવાની કોશિશ કરે તેને સાત વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

ગુનાઓનુ વગીકરણ

- ૭ વષૅ સુધીની કેદ અને દંડ

પોલીસ અધિકારનો

બિન-જામીની

સેશન્સ ન્યાયાલય