ભારતના સાવૅભૌમત્વ એકતા અને અખંડિતતાને ભયમાં મુકતા કૃત્ય બાબત - કલમ : 152

ભારતના સાવૅભૌમત્વ એકતા અને અખંડિતતાને ભયમાં મુકતા કૃત્ય બાબત

કોઇ પણ વ્યકિત હેતુપુવૅક કે જાણીજોઇને ઉચ્ચારેલ કે લેખિત શબ્દોથી કે સંકેતોથી કે દેખીતી રજુઆતથી કે ઇલેકટ્રોનિક સંદેશાવ્યવહારથી કે નાણાકીય સાધનનો ઉપયોગ કરીને કે અન્યથા સબંધ વિચ્છેદ કે સશકત બળવો કે વિધ્વંસક પ્રવૃતિઓને ઉશ્કેરે કે ઉશ્કેરવાનો પ્રયત્ન કરે કે અલગતાવાદી પ્રવૃતિઓની લાગણીઓને પ્રોત્સાહન આપે કે ભારતના સવૅભૌમત્વ કે એકતા અને અખંડિતતાને ભયમાં મુકે કે આવા કોઇ કૃત્યમાં પ્રવૃત રહે કે આવું કોઇ કૃત્ય આચરે તો તેને આજીવન કેદ અથવા સાત વષૅ સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

સ્પષ્ટીકરણ.- આ કલમમાં ઉલ્લેખેલી પ્રવૃતિઓને ઉશ્કેયૅા સિવાય કે ઉશ્કેરવાનો પ્રયત્ન કયૅા સિવાય કાયદેસરના સાધનોથી તેનો ફેરફાર મેળવવાના હેતુથી સરકારનાં પગલા કે વહીવટી કે અન્ય કાયૅવાહીનો અસ્વીકાર દશૅન્ગાવતી ટિપ્પણીઓ આ કલમ હેઠળ ગુનાનો ભાગ બનતી નથી.

ગુનાઓનુ વગીકરણ

- આજીવન કેદ અથવા ૭ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

સેશન્સ ન્યાયાલય