રાજય સેવકે સ્વેચ્છાપુવૅક રાજય કેદી કે યુધ્ધ કેદીને નાસી જવા દેવા બાબત - કલમ : 156

રાજય સેવકે સ્વેચ્છાપુવૅક રાજય કેદી કે યુધ્ધ કેદીને નાસી જવા દેવા બાબત

જે કોઇ વ્યકિત પોતે રાજય સેવક હોય અને પોતાની પાસે કોઇ રાજય કેદી કે યુધ્ધ કેદીનો હવાલો હોય એવા કેદીને જે જગાએ અટકાયતમાં રાખ્યો હોય ત્યાંથી તે કેદીને સ્વેચ્છાપુવૅક નાશી જવા દે તેને આજીવન કેદની અથવા દસ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

ગુનાઓનુ વગીકરણ

આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

સેશન્સ ન્યાયાલય