એવા કેદીને નાસી જવામાં મદદ કરવા છોડાવવા કે આશરો આપવા બાબત
જે કોઇ વ્યકિત કોઇ રાજય કેદીને કે યુધ્ધ કેદીને કાયદેસરના હવાલામાંથી નાસી જવામાં જાણીજોઇને મદદ અથવા સહાય કરે અથવા તેને છોડાવે અથવા છોડાવવાની કોશિશ કરે અથવા કાયદેસરના હવાલામાંથી નાસી ગયેલાં તેવા કેદીને આશરો આપે કે છુપાવે અથવા તેને ફરીથી પકડવામાં કોઇ સામનો કરે અથવા સામનો કરવાની કોશિશ કરે તેને આજીવન કેદની અથવા દસ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
સ્પષ્ટીકરણ.- જે રાજય કેદી અથવા યુધ્ધ કેદીને ભારતમાં અમુક હદોની અંદર પેરોલ ઉપર રહેવાની પરવાનગી મળી હોય તે કેદી જે હદોની અંદર તેને છુટો રહેવા દીધો હોય તે હદની બહાર જાય તો તે કાયદેસરના હવાલાથી નાસી ગયો છે એમ કહેવાય.
ગુનાઓનુ વર્ગીકરણ
આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ - પોલીસ અધિકારનો
બિન-જામીની
- સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw