બળવાનું દુસ્પ્રેરણ કરવા અથવા કોઇ સૈનિક નાવિક કે વિમાનીને પોતાની ફરજમાંથી ભ્રષ્ટ કરવાની (પ્રલોભન આપવાની) કોશિશ કરવા બાબત - કલમ : 159

બળવાનું દુસ્પ્રેરણ કરવા અથવા કોઇ સૈનિક નાવિક કે વિમાનીને પોતાની ફરજમાંથી ભ્રષ્ટ કરવાની (પ્રલોભન આપવાની) કોશિશ કરવા બાબત

કોઇ વ્યકિત ભારત સરકારના ભુમિદળ નૌકાદળ અને હવાઇ દળના કોઇ અધિકારી સૈનિક નાવિક કે વિમાનીને બળવો કરવાનું દુમ્પ્રેરણ કરે અથવા તેવા અધિકારી સૈનિક નાવિક કે વિમાનીને તેની રાજયનિષ્ઠા કે ફરજમાંથી ચલિત કરવાની (પ્રલોભન આપવાની) કોશિશ કરે તેને આજીવન કેદની અથવા દસ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

ગુનાઓનુ વર્ગીકરણ

આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

બિન-જામીની

સેશન્સ ન્યાયાલય