કોઇ સૈનિક નાવિક કે વિમાનીને તેના ઉપરી અધિકારી પોતાના હોદ્દાની ફરજ બજાવતા હોય ત્યારે તેના ઉપર હુમલો કરવાનું દમ્પ્રેરણ કરવા બાબત. - કલમ : 161

કોઇ સૈનિક નાવિક કે વિમાનીને તેના ઉપરી અધિકારી પોતાના હોદ્દાની ફરજ બજાવતા હોય ત્યારે તેના ઉપર હુમલો કરવાનું દમ્પ્રેરણ કરવા બાબત.

જે કોઇ વ્યકિત ભારત સરકારના ભુમિદળ નૌકાદળ કે હવાઇદળના કોઇ અધિકારી સૈનિક નાવિક કે વિમાનીને કોઇ ઉપરી અધિકારી પોતાના હોદ્દાની ફરજ બજાવતા હોય ત્યારે તેની ઉપર હુમલો કરવાનું દુષ્મેરણ કરે તેને ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પાત્ર થશે.

ગુનાઓનુ વર્ગીકરણ

- ૩ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ