માસ્ટરની ગફલતથી વેપારી વહાણમાં નાસી જનાર છુપાયો હોય તો
ભારત સરકારની ભુમિદળ નૌકાદળ કે હવાઇદળમાંથી નાસી જનાર જે વેપારી વહાણમાં છુપાયો હોય તે વહાણના માસ્ટર અથવા ઇન્ચાજૅ જો પોતે એવા માસ્ટર કે ઇન્ચાજૅ વ્યકિતની હેસિયતથી પોતાની ફરજ બજાવવામાં ગફલત કરી ન હોત અથવા વહાણ ઉપર શિસ્તનું બરાબર પાલન થયું હોત અને પોતે નાસી જનાર વહાણમાં છુપાયાની વાત જાણી શકી હોત તો એ રીતે છુપાયાની વાતથી પોતે અજ્ઞાત હોય તો પણ તે વધુમાં વધુ ત્રણ હજાર રૂપિયાના દંડને પાત્ર થશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- ૩૦૦૦ રૂપિયા સુધીનો દંડ
- પોલીસ અધિકાર બહારનો જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ