કોઇ સૈનિક નાવિક કે વિમાનીને ના ફરમાનીનુ કૃત્ય કરવાનુ દુસ્પ્રેરણ કરવા બાબત - કલમ : 166

કોઇ સૈનિક નાવિક કે વિમાનીને ના ફરમાનીનુ કૃત્ય કરવાનુ  દુસ્પ્રેરણ કરવા બાબત

જે કોઇ વ્યકિત ભારત સરકારના ભુમિદળ નૌકાદળ કે હવાઇદળના કોઇ અધિકારી સૈનિક નાવિક કે વિમાની માટે અમુક કૃત્ય નાફરમાની કૃત્ય છે એમ જાણીને તેનું દુસ્પ્રેરણ કરે અને તેના પરિણામે નાફરમાનીનું કૃત્ય થાય તો તેને બે વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ

- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ