સૈનિક નાવિક કે વિમાનીનો પોષાક પહેરવા અથવા તે વાપરવા અથવા તે વાપરતો હોય તેવું ટોકન રાખવા બાબત. - કલમ : 168

સૈનિક નાવિક કે વિમાનીનો પોષાક પહેરવા અથવા તે વાપરવા અથવા તે વાપરતો હોય તેવું ટોકન રાખવા બાબત.

જે કોઇ વ્યકિત ભારત સરકારની આમી નાવિક કે હવાઇ સેવામાં પોતે સૈનિક નાવિક કે વિમાની ન હોવા છતા પોતે એવો સૈનિક નાવિક કે વિમાની છે એવું માનવામાં આવે એવા ઇરાદાથી એવો સૈનિક નાવિક કે વિમાની પહેરતો હોય તેવા પોષાક પહેરે અથવા તે રાખતો હોય તેવું ટોકન રાખે તેને ત્રણ મહિના સુધીની બેમાંથી કોઇ એક પ્રકારની કેદની અથવા બે હજાર રૂપિયાના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ

- ૩ મહિના સુધીની કેદ અથવા ૨૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને.

પોલીસ અધિકારનો જામીની

કોઇપણ મેજિસ્ટ્રેટ