લાંચ - કલમ : 170

 લાંચ

(૧) જે કોઇ વ્યકિત

(૧) કોઇ વ્યકિતને તેનો પોતાનો અથવા બીજી કોઇ વ્યકિતનો કોઇ ચુંટણી વિષયક હક વાપરવા માટે પ્રેરવાના અથવા કોઇ વ્યકિતને એવો કોઇ હક વાપરવા માટે બદલો આપવાના ઉદ્દેશથી લાભ આપે અથવા

(૨) એવો કોઇ હક વાપરવાના બદલા તરીકે અથવા કોઇ હક વાપરવા બીજી કોઇ વ્યકિતને પ્રેરવાના અથવા પ્રેરવાની કોશિશ કરવાના બદલા તરીકે પોતાને માટે અથવા બીજી કોઇ વ્યકિતને માટે કંઈ લાભ લે તે લાંચ લેવાનો ગુનો કરે છે. પરંતુ જાહેર નીતિની જાહેરાત કરવી અથવા સાવૅજનિક કાયૅ કરવાનું વચન આપવું એ આ કલમ હેઠળ ગુનો થતો નથી.

(૨) જે વ્યકિત કંઇ લાભ આપવાની તૈયારી કરે અથવા આપવા કબુલ થાય અથવા મેળવી આપવાની તૈયારી બતાવે અથવા આપવાની કોશિશ કરે તે લાભ છે એમ ગણાશે.

(૩) જે વ્યકિત કંઇ લાભ મેળવે અથવા લેવાનું કબુલ કરે અથવા મેળવવાની કોશિશ કરે તે લાભ લે છે એમ ગણાશે અને જે વ્યકિત પોતાનો જે ઇરાદો ન હોય તે કરવાના હેતુ તરીકે અથવા પોતે જે કર્યું ન હોય તે કરવાના બદલા તરીકે કાંઇ લાભ લે તેણે બદલા તરીકે લાભ લીધો છે એમ ગણાશે.