ચુંટણીમાં ગેરવાજબી લાગવગ
(૧) કોઇ ચુંટણી વિષયક હક મુકતપણે ભોગવવામાં જે કોઇ વ્યકિત સ્વેચ્છાપુવૅક દખલ કરે અથવા દખલ કરવાની કોશિશ કરે તે ચુંટણીમાં ગેરવાજબી લાગવગ વાપરવાનો ગુનો કરે છે.
(૨) પેટા કલમ (૧) ની જોગવાઇઓની વ્યાપકતાને બાધ આવ્યા વિના જે કોઇ વ્યકિત
(એ) કોઇ ઉમેદવારને અથવા મતદારને અથવા જે વ્યકિતના કોઇ ઉમેદવાર અથવા મતદાર હિત ધરાવતો હોય તેને કોઇ હાનિ પહોંચાડવાની ધમકી આપે અથવા
(બી) ઉમેદવારને અથવા મતદારને તેના ઉપર અથવા જેનામાં હિત ધરાવતો હોય તેના ઉપર ઇશ્ર્વરની અવકૃપા ઉતરશે અથવા તેને પાપ લાગશે એવું માનવા પ્રેરે કે પ્રેરવાની કોશિશ કરે તેણે પેટા કલમ (૧) ના અથૅ મુજબ તે ઉમેદવાર અથવા મતદારનો ચુંટણી વિષયક હક મુકતપણે ભોગવવામાં દખલ કરી છે એમ ગણાશે.
(૩) જાહેર નીતિની જાહેરાત કરવી અથવા સાવૅજનિક કાયો કરવાનું વચન આપવું અથવા ચુંટણી વિષયક હકમાં દખલ કરવાના ઇરાદા વિના માત્ર કાયદેસરનો હક ભોગવવો તે આ કલમના અથૅ મુજબ દખલગીરી છે એમ ગણાશે નહિ.
Copyright©2023 - HelpLaw