ચુંટણીમાં ખુટુ નામ ધારણ કરવા બાબત
હયાત કે મૃત્ય પામેલી અન્ય કોઇ વ્યકિતના નામે અથવા બનાવટી નામે જે કોઇ કોઇ વ્યકિત કોઇ ચુંટણીમાં મતપત્ર માગણી કરે અથવા મત આપે તે અથવા જે એવી ચુંટણીમાં પોતે એક વખત મત આપ્યા પછી તે જે ચુંટણીમાં તેના પોતાના નામે મતપત્ર માટે માગણી કરે અને જે કોઇ એવી રીતે કોઇ વ્યકિતનું મતદાન કરાવવાનું દુસ્પ્રેરણ કરે અથવા તેનો મત મેળવી આપે અથવા મેળવવાની કોશિશ કરે તે ચુંટણીમાં ખોટું નામ ધારણ કરવાનો ગુનો કરે છે.
પરંતુ જે તે સમયે અમલમાં હોય તેવા કોઇ કાયદા હેઠળ મતદાતાના પ્રતિનિધી (પ્રોકસી) તરીકે મતદાન કરે ત્યાં સુધી તેવા મતદાતાના પ્રતિનિધિ (પ્રોકસી) તરીકે મતદાન કરવા માટે અધિકૃત હોય તેવી કોઇ વ્યકિતને આ કલમમાંનો કોઇપણ મજકુર લાગુ પડશે નહિ.
Copyright©2023 - HelpLaw