કોઇ ચુંટણી સબંધમાં ખોટુ કથન
જે કોઇ વ્યકિત ચુંટણીના પરીણામને અસર કરવાના ઇરાદાથી કોઇ ઉમેદવારના અંગત ચારિત્ર્ય અથવા વતૅન સબંધમાં જે કથન ખોટું હોય અને જે ખોટું હોવાનું પોતે જાણતી હોય અથવા માનતી હોય અથવા જે ખરૂ હોવાનું માનતી ન હોય તેવું અને હકીકતનું કથન હોવાનું અભિપ્રેત હોય તેવું કોઇ કથન કરે અથવા પ્રસિધ્ધ કરે તેને દંડની શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- દંડ
- પોલીસ અધિકાર બહારનો જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw